ETV Bharat / city

ગણેશ ચતુર્થી પર ઘરે કરો શાનદાર શણગાર, ભગવાન ગણેશ પણ જોઈને થઈ જશે ખુશ - ગણેશ ચતુર્થી પર વિવિધ શૈલીની સજાવટ

ગણેશ ચતુર્થીનો તહેવાર હવે નજીકમાં છે. આ વર્ષે 10 દિવસીય તહેવાર 31 ઓગસ્ટથી શરૂ થશે. 'ગણપતિ બાપ્પા'ને આપણા ઘરોમાં આવકારવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ એક એવો તહેવાર છે જે આપણા ઘરોમાં આનંદ, સમૃદ્ધિ, પ્રેમ અને સૌથી અગત્યનું, મીઠાઈઓ લાવે છે. ગણેશ ચતુર્થી આવતા દરેક વ્યક્તિ ભગવાનને આવકારવા માટે તેમના ઘરને સજાવવામાં વ્યસ્ત થઈ જાય છે. Ganesh Chaturthi 2022, Ganesh Chaturthi 2022 DIY ideas

ગણેશ ચતુર્થી પર ઘરે કરો શાનદાર શણગાર, ભગવાન ગણેશ પર જોઈને થઈ જશે ખુશ

author img

By

Published : Aug 25, 2022, 4:03 PM IST

ન્યુઝ ડેસ્ક દર વર્ષે, ભક્તો ગણપતિ બાપ્પા મોર્યા! ના નારા સાથે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવે છે અને તેને તેમના ઘરોમાં સ્થાપિત કરે છે. આગામી 10 દિવસો સુધી, તેઓ ભગવાનને વિવિધ મીઠાઈઓ 'પ્રસાદ' તરીકે અર્પણ કરે છે, જેમાં તેમના પ્રિય લાડુ અને મોદકનો સમાવેશ થાય છે, પૂજા કરે છે અને તેમને આશીર્વાદ લે છે. તહેવારને માત્ર થોડા દિવસો બાકી છે. અહીં પાંચ રીતો છે, જેમાં તમે તમારા ઘરને સજાવી શકો છો અને ગણેશ ચતુર્થીની તૈયારી (Ganesh Chaturthi 2022 ideas) કરી શકો છો.

આ પણ વાંચો ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવીને ભગવાન ગણેશને કરો પ્રસન્ન, જાણો રેસીપી

ગણેશ ચતુર્થી હોમ ડેકોરેટીંગ આઈડિયાઝ: દેશભરમાં ઉજવાતો તહેવાર ગણેશ ચતુર્થી આવી રહ્યો છે. દર વર્ષે ગણેશ ઉત્સવનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે. લોકો તેમના ઘરની સાથે સાથે તેમના હૃદયથી ભગવાન ગણેશના આગમન માટે આતુરતાથી તૈયાર છે. આ વખતે 31મી ઓગસ્ટે ઉજવાતો આ તહેવાર દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે. જે મહિનાઓ અગાઉથી તૈયાર થવા લાગે છે. આજે આપણે ગણપતિના આગમન વિશે જણીએ કે, કેવી રીતે આપણા ઘરને અલગ-અલગ રીતે સજાવીને (How to Decorate Home on Ganesh Chaturthi) તેમનું સ્વાગત કરી શકીએ છીએ.

પર્યાવરણ વિશે વિચારો છો તો ઇકો ફ્રેન્ડલી આઇડિયા શ્રેષ્ઠ આ આઇડિયા પર્યાવરણ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આ વખતે ભગવાન ગણેશને ઇકો-ફ્રેન્ડલી સજાવટ સાથે લાવી શકો છો. આ માટે તમારે રંગબેરંગી કાગળના પંખા બનાવવા પડશે, જેને તમે ભગવાન ગણેશની મૂર્તિની આસપાસ પણ સજાવી શકો છો. ઉપરાંત, આ સમયે તમે તમારા ઘરને ફૂલોથી સજાવી શકો છો.

આ પણ વાંચો જાણો શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી

રંગીન કાગળનો ઉપયોગ કરો તમે ઘણાં ગ્લિટર પેપર અથવા રંગીન કાગળોની વિવિધ ડિઝાઇન બનાવીને ઘરને સજાવી (different style decoration on ganesh chaturthi) શકો છો. તમે સુંદર લટકતી વસ્તુઓ જેમ કે, કાગળના ફૂલો, પંખા, માળા અને બીજી ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી શકો છો, જેથી તમારું ઘર સંપૂર્ણપણે અલગ અને કુદરતી દેખાશે.

તમે ફુગ્ગાથી સજાવી શકો છો જો તમે ઇચ્છો તો, તમે શણગાર માટે રંગીન ફુગ્ગાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બલૂનમાંથી ફૂલ કે બીજી ઘણી વસ્તુઓનો આકાર બનાવીને દિવાલોને સજાવી શકો છો.

પંડાલ લાવી શકાય જો તમને આટલી કળા ન આવડતી હોય તો વાંધો નથી, આ વખતે તમે બજારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ રાખવા માટે તૈયાર પેવેલિયન અથવા પંડાલ પણ લાવી શકો છો. જે તમને દરેક સાઈઝમાં મળશે. આ સામાન્ય રીતે થર્મોકોલ અથવા ફૂલોના બનેલા હોય છે. જો તમે ઈચ્છો તો ભગવાન ગણેશની મૂર્તિની આસપાસ રંગીન રોશની પણ સજાવી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.