અમદાવાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ (Former president Gujarat Congress ) અમિત ચાવડાએ જણાવ્યું કે, ભારતના દેશના બંધારણમાં (India Constitution) તમામ લોકોનો સાધન અને સંસાધનો પર હક્ક રહેલો છે. સત્તામાં રહેલા નેતાઓને તેનો સમાન હક્ક રાખ્યો નથી. સમાજમાં ભેદભાવ ઉભો થાય તે પ્રકારે શાસન કરી રહ્યું છે. ગરીબી સમાજને સંગઠિત થઈ રસ્તા પર ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, બક્ષીપંચ, દલિત આદિવાસી અને માઈનોરિટીનો પણ હક્ક રહેલો છે, પરંતુ ભાજપ તેમની વિચારધારા પ્રમાણે તેમની સામે ભેદભાવ કરી રહ્યું છે. બજેટની ફાળવણીમાં પણ તેઓ અન્યાય કરી રહ્યા છે.
ભાજપ શાસનમાં BADMને અન્યાય સેવા અને મજૂરીના જ કામમાં રહે તેવી માનસિકતા ભાજપની રહેલી છે. 27 વર્ષમાં ભાજપ શાસનમાં BADMને અન્યાય (Injustice BADM under BJP rule) કર્યો છે. બજેટમાંથી OBCને 1 ટકા પણ ફાળવવામાં આવતું નથી. થોડા વર્ષો પહેલા ગુજરાતમાં આંદોલન થયા તેમાં બિન અનામતનું ફોર્મ્યુલા (Non Reservation Formula) બનાવવામાં આવી હતી. જેમાં 500 કરોડની જોગવાઈ થઈ રહી છે. 18 ટકા વસ્તી માટે સરકારે આયોગ બનાવ્યું તેને 500 કરોડની જોગવાઈ આપવામાં આવે છે. આ બાબતે કોંગ્રેસને કોઈપણ પ્રકારનો વિરોધ કરતું નથી, પરંતુ ભાજપની માનસિક જે રીતે રહેલી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
કોંગ્રેસનો સંકલ્પ જાતિ આધારિત વસ્તી ગણતરી સરકાર આ સમાજો માટે અસમાનતા રાખી રહી છે. તેના પર વાંધો પડી રહ્યો છે, આ સમાજની 82 ટકા વસ્તી માટે કેન્દ્ર સરકારે એક રૂપિયો પણ ફાળવ્યો નથી, આવનાર દિવસોમાં કોંગ્રેસ આ અંગે લડાઈનું નેતૃત્વ કરવામાં આવશે. કોંગ્રેસનો પ્રથમ સંકલ્પ જાતિ આધારિત વસ્તી ગણતરી (Caste Based Census) કરવામાં આવશે. જેના આધારે નીતિ બનાવવી જોઈએ. તમામ સેલો સાથે મળી ભાજપના 27 વર્ષના શાસનમાં જે અન્યાય થયો તેના ન્યાય અને અધિકાર માટે સંમેલન અને અધિકારો માટે સંઘર્ષ કરવામાં આવશે.
વંચિત પીડિત સમાજ પાસે સરકારે મોંનો કોળિયો છીનવી લીધો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ (Gujarat Congress Working President Jignesh) જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભાજપ અમુક જ લોકોને સાચવવાના તેવો દાવો અમારા દ્વારા આંકડા દ્વારા બતાવવામાં આવ્યો છે. દલિત સમાજની વાત કરું તો 7 ટકા વસ્તી રહેલી છે. તેમ છતાં થોડું પણ બજેટ ફાળવવામાં આવતું નથી. જે બજેટમાં ફાળવવામાં આવે છે. તે નાણાં પણ અન્ય કામમાં વાપરી દેવામાં આવે છે. જે સમાજ વંચિત પીડિત અને અન્ય જગ્યાએ વહેંચાયેલો છે. તેવા સમાજના લોકો પાસેથી સરકારે મોંનો કોળિયો છીનવી લીધો છે. સરકાર એક પણ રૂપિયાની સહાય કરવા માંગતી નથી.
સરકારને એક્સપોઝ કરવા ગુજરાતમાં કોંગ્રેસ નીકળવાની આંબેડકર ભવન બનાવવાની વાત હતી તે પણ સરકારે બંધ કરી દીધું છે. અદાણી, અંબાણી અને રિયલ એસ્ટેટના લોકોને જમીન ફાળવવામાં આવે છે. જેને લઈ હવે કોંગ્રેસ આગામી દિવસોમાં રોડ પર ઉતરી વિરોધ કરવામાં આવશે. પટેલ સમાજના કેસો પાછા લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઉના કેસ, ગેનીબેન ઠાકોર, સહિત CAA NRCમાં અનેક ખોટા કેસો થાય છે. તેને પાછા લેવા માંગતા નથી, જેનાથી સ્પષ્ટ થાય છે સરકાર કોના માટે કામ કરે છે, સરકારને એક્સપોઝ કરવા માટે હવે ગુજરાતમાં કોંગ્રેસ નીકળવાની છે
લઘુમતી સમાજનું બજેટ ઓછું ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં સમાજ જોડે થતા અન્યાય સામે અનેક વખત મારા દ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. બજેટ જાહેર થાય ત્યારે લઘુમતી સમાજનું બજેટ ઓછું થતું જાય છે. લઘુમતી સમાજ માટે સતત અન્યાય થઈ રહ્યો છે. બજેટ જે ફાળવવામાં આવે તેમાંથી પણ અન્ય કામોમાં આપવામાં આવે છે. વકફ બોર્ડને એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. આ તમામ બાબતોને લઇ કોંગ્રેસ રોડ પર ઉતરી વિરોધ કરવામાં આવશે. લઘુમતી માત્ર સમાન હક્ક માંગી રહ્યા છે. અમારી પાસે પણ વિકલ્પ હતો. પાકિસ્તાન જઈ શકતા હતા, પરંતુ આ દેશની માટી માથે લગાવી છે. જેથી અમને પણ સમાન હક મળવો જોઈએ છે, તેવી જ અમારી માંગ રહેલી છે.
સત્તા માટે હવાતિયાં મારવાનું શરૂ જોકે ગુજરાતમાં એક સમયે કોંગ્રેસ KHAM થિયરી (Congress KHAM Theory) સાથે સત્તામાં સૌથી વધુ બેઠકો મેળવી હતી. જેમાં કોળી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને માઈનોરિટી સમાજની સાથે રાખી સત્તાના સુકાન સુધી પહોંચ્યા હતા. વધુ એક વખત કોંગ્રેસ આ પ્રકારની એક થિયરી સાથે આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. BDAM જેમાં થિયરી દલિત, આદિવાસી, માઈનોરિટી અને બક્ષીપંચ સમાજને સાથે રાખી રણનીતિ બનાવી સત્તા માટે હવાતિયાં મારવાનું શરૂ કર્યું છે.