- સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો આવ્યો સામે
- સાયબર ક્રાઈમનો ભોગ બન્યા વિપક્ષી નેતા
- મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી પૂર્વ નેતા દિનેશ શર્માનું ફેસબુક એકાઉન્ટ હેક
- સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી પૂર્વ નેતા દિનેશ શર્માનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળી છે. જેના અનુસંધાને દિનેશ શર્માએ આજે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે.
વિપક્ષી પૂર્વ નેતા દિનેશ શર્માનું ફેસબુક એકાઉન્ટ હેક
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી પૂર્વ નેતા દિનેશ શર્માનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. મહત્વનું છે કે, હેકર્સ દ્વારા દિનેશ શર્માના એકાઉન્ટમાંથી તેમના મિત્ર વર્તુળ પાસેથી નાણાની માંગણી થતી હતી. દિનેશ શર્માએ તેના એકાઉન્ટ પરથી કોઈપણ પ્રકારના નાણાં માંગણી કરવામાં આવે તો નાણાં ન ચૂકવા અપીલ કરી છે.