ETV Bharat / city

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધનઃ ‘બાપુ’ શંકરસિંહે ‘બાપા’ને શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે. ત્યારે દેશવિદેશના ખૂણે-ખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલાએ દુખ વ્યક્ત કરી કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કેશુભાઈ પટેલ મારા માર્ગદર્શક : વાઘેલા
કેશુભાઈ પટેલ મારા માર્ગદર્શક : વાઘેલા
author img

By

Published : Oct 29, 2020, 8:03 PM IST

  • કેશુભાઈ પટેલ મારા માર્ગદર્શક : વાઘેલા
  • કેશુભાઈ પટેલે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવી ગુજરાતની રાજનીતિમાં મોટું નામ બનાવ્યું
  • મેં મારી 95 ટકા જીંદગી તેમની સાથે વિતાવી : વાઘેલા

અમદાવાદ : પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન પર પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ મારા રાજનૈતિક માર્ગદર્શન રહ્યા છે. તેમની સાથે મેં મારા જીવનનો 95 ટકા સમય વિતાવ્યો છે. તેમણે ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે.

કેશુભાઈ અમેરિકાથી પાછા આવશો ત્યારે મુખ્યપ્રધાનની ખુરશી મારી પાસે નહીં હોય
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સાથેના સંસ્મરણો યાદ કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેઓને જ્યારે ખુરશી પર બેસવાનો સમય આવ્યો ત્યારે તેમના જવાનો નિમિત્ત હું બન્યો. મેં તેમને કહ્યું હતું કે, તમે અમેરિકાથી પાછા આવશો ત્યારે મુખ્યપ્રધાન નહીં હોવ, ધારાસભ્યોમાં ખૂબજ અસંતોષ છે. આખરે બન્યુ પણ એવું તેઓ કાવતરાનો ભોગ બન્યા હતા.

શંકરસિંહે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી
ભાજપ હિટલરશાહી અને લોકશાહી વિરોધી પાર્ટી છે તેવું કેશુબાપાએ કહેલું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિલ્હી અને ગાંધીનગરમાં હાલ જે નેતાઓ બેઠા છે. તેઓ તે સમયે કેશુબાપાથી ખૂબ નારાજ હતા. જેથી કેશુબાપાએ પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે કહ્યુ કે, આ પાર્ટી હિટલરશાહી છે અને લોકશાહી વિરોધી પાર્ટી છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.