- કોરોનાનો ડર છે અને ડરના વચ્ચે પરીક્ષા આપી રહ્યો છું ફરીથી નાપાસ થઈશઃ વિદ્યાર્થી
- દર વર્ષે ફૂલથી વિદ્યાર્થીઓની સ્વાગત કરીને છીએ આ વર્ષે થર્મલ ગનથી સ્વાગત કર્યું: DEO
- એક વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવ્યાં
અમદાવાદઃ કોરોનામાં ( Corona ) સૌથી મોટી પરીક્ષા ( Repeater Examination ) યોજાવા જઈ રહી છે જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યાં હતાં અને નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો . જેમાં એક વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવ્યાં હતાં.
વાલીઓ પરીક્ષા કેન્દ્ર બહાર જ રહ્યાં
કોરોના ( Corona ) વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતાં અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતાં. ત્યારે આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે ખૂબ લાંબા સમય બાદ આજે પરીક્ષા યોજાઈ રહી છે અને કોરોના વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે. અમે દર વર્ષે વિદ્યાર્થીઓનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે ( Repeater Examination ) વિદ્યાર્થીઓનું સ્વાગત થર્મલ ગન અને સેનીટાઈઝરથી કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી વર્ગખંડમાં બેસાડવામાં આવ્યાં છે. સ્કૂલોમાં તમામ તકેદારી રાખવામાં આવે તેની સૂચના આપવામાં આવી છે.
ત્યારે ( Repeater Examination ) વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોરોના ( Corona ) વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે જેથી મનમાં ડર તો છે.વર્ષ દરમિયાન કોરોના ને કારણે પૂરી તૈયારી પણ નથી કરી શક્યો.આજે પરીક્ષા આપવા આવ્યો છું પરંતુ મનમાં હજુ કોરોનાનો ડર છે જેથી ડરના કારણે ફરીથી નાપાસ થઈશ.આજે પરીક્ષા ને કારણે સ્કૂલની બહાર પણ લોકો ભેગા થયા છે જેથી કોરોના થવાનો ડર છે. કેટલાક ( Repeater Examination ) વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હોત તો સારું હોત. કેમ કે પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને કોરોના ( Corona ) થયો તો તેની પાછળ જવાબદાર સરકાર જ ગણાશે.
આ પણ વાંચોઃ Standard 12 offline: રાજ્યમાં આજથી ધો.12ના વર્ગો શરૂ થતાં શાળાઓ ફરી ધમધમી
આ પણ વાંચોઃ આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા