- દિવાળીના તહેવારને લઈ AMCનો મહત્વનો નિર્ણય
- 27 ખાણીપીણીના સ્થળોને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા મંજૂરી
- અગાઉ 10 વાગ્યા સુધીની જ હતી મંજૂરી
અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણએ કાળો કહેર વર્તાવ્યો હતો. તો સંક્રમણને અટકાવવા માટે અનલોકમાં પણ અમુક વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા હતા. તો હાલ દરમિયાન AMC કમિશનર દ્વારા શહેરીજનો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં ખાણીપીણી બજાર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ સંક્રમણને ઘટાડવા માટે તંત્ર દ્વારા શહેરની તમામ બજારો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તહેવારોના કારણે તંત્ર દ્વારા બજાર ખુલ્લો રાખવાનો સમય વધારાયો છે.
સામાજિક અંતરના પાલન સાથે આપી મંજુરી
આ સાથે જ કોરોના અંગેની ગાઇડ લાઇનનો ચોક્કસ પણે પાલન કરવાનું પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, લોકોને તહેવારના સમયે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે, તો બીજી તરફ 27 સ્થળોએ ખાણીપીણી બજારને રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની મંજુરી આપી છે, જેના માટેે સોશિયલ ડિસ્ટનન્સના પાલન માટે પણ નિયમો જાહેર કરાયા છે.
27 સ્થળો માટે AMC દ્વારા લેવાયો નિર્ણય
પ્રહલાદ નગર, એસ.જી.હાઈવે શાંતિપુરા, ઇસ્કોન લો ગાર્ડન વસ્ત્રાપુર લેક સહિતના 27 જેટલા સ્થળોને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.