- સુભાષબ્રિજ નજીક 27 લાખની ચીલઝડપ
- 500 ગ્રામ સોનુ અને 4 કિલો ચાંદી ભરેલી બેગની લૂંટ
- રાજસ્થાનના બુલીયનના કર્મચારી પાસેથી ચીલઝડપ
અમદાવાદઃ શિવમ બુલીયનમા ડિલીવરી બોય પવન શર્મા 7 માસથી નોકરી કરે છે.. કંપનીના સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરીને ડિલિવરી આપવા જાય છે.. માણેકચોકથી પવન શર્મા 500 ગ્રામના પાંચ સોનાના બિસ્કીટ અને 3 કિલો 814 ગ્રામની ચાંદીના બિસ્કીટ લઈને રાજસ્થાન જવા નીકળ્યો હતો. આ દરમ્યાન તેની બેગની ચીલઝડપ થઈ. લૂંટારાઓએ માણેક ચોકથી તેની રેકી કરી હોવાની શકયતાને લઈને પોલીસે માણેકચોકથી સુભાષબ્રિજ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી છે.
ફરિયાદી પણ શંકાના દાયરામાં
રૂપિયા 27 લાખના સોના-ચાંદીના બિસ્કિટની (Gold and Silver biscuits ) ચીલઝડપમાં ડિલિવરી બોય પવન શર્મા પણ શંકાના દાયરામાં છે. જેથી પોલીસે (Ahmedabad police ) ડિલિવરી બોયની પણ ઉલટતપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમોએ સીસીટીવી ફૂટેજના ( CCTV Footage Live ) આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દાગીના બનાવનાર કારીગર રૂપિયા 1.25 કરોડના દાગીના લઈ ફરાર