અમદાવાદ રાજ્યમાં શિવકાશી તરીકે ઓળખાતા વાંચ ગામમાં (ahmedabad vanch village) મોટા ભાગના લોકો ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામમાં બનતા ફટાકડા (firecrackers manufacturers in ahmedabad) સમગ્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. સાથે જ ગામના સરપંચ દ્વારા પણ આ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ફટાકડા ખરીદવા ભીડ દિવાળીના તહેવારને (diwali festival 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં ફટાકડાની ખરીદી (firecrackers manufacturers in ahmedabad) કરવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે શિવકાશીના ફટાકડા ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં અમદાવાદની બાજુમાં આવેલું વાંચ ગામ (ahmedabad vanch village) શિવકાશી તરીકે ઓળખાય છે. તેમાં અંદાજિત 200 જેટલા પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
17 વર્ષથી આ જ વ્યવસાય સાથે સંકળાયેલા છે સ્થાનિક વેપારી હુસેનભાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2005ની આ ગામમાં (ahmedabad vanch village) પ્રથમ ફટાકડાની ફેકટરી નાખવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે બીજી ફટાકડા ફેકટરી (firecrackers manufacturers in ahmedabad) નાખવામાં આવી હતી. આ જ વાંચ ગામમાં (ahmedabad vanch village) અંદાજિત 200 જેટલા પરિવાર એક વ્યવસાય બની ગયો છે. આ વ્યવસાયમાંથી દાહોદ, ગોધરા, છોટા ઉદેપુરના આજૂબાજૂ ગામના લોકો પણ રોજગારી મેળવી રહ્યા છે. આ ફટાકડામાં લાખો રૂપિયાનું ટર્નઓવર થઈ રહ્યું છે.
અન્ય રાજ્યમાં પણ નિકાસ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાંચ ગામમાં (ahmedabad vanch village) 555 બોમ્બ, મિર્ચી બૉમ્બ, કોઠી, પતંગિયા જેવા અમૂક પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાતના મોટા ભાગના શહેરોમાં જાય છે. સાથે ગુજરાતના મોટા વેપારી તેમ જ ડીલરો ગુજરાતની બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. આ ફટાકડા બારેમાસ બનાવવામાં આવે છે.જેથી લગ્નની સિઝનમાં પણ ફટાકડા (firecrackers manufacturers in ahmedabad) ઉપલબ્ધ હોય છે.આ વખતે રો મટિરિયલમાં ભાવ વધારે હોવાથી ફટકડામાં પણ 40 ટકા જેટલો વધારો છે.
સરપંચ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે વાંચ ગામના (ahmedabad vanch village) સરપંચ અને તલાટી દ્વારા પણ પ્રોત્સાહન આપવામા આવે છે. સાથે જ ગામમાં જેટલા પણ કારખાના આવેલા છે. તે લોકો પણ વ્યવસ્થા વેરો પણ સમયસર ભરી દેવામાં આવે છે, પરંતુ ગામના સરપંચ દ્વારા પ્રોત્સાહન મળતું હોવાથી વેપારી વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
ફાયરસેફટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફટાકડા (firecrackers manufacturers in ahmedabad) બનાવનારા કારીગરો છે. ત્યારે અહીં તમામ પ્રકારની ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે રાખવામાં આવે છે. તેમાં ખાસ કરીને પાણીના હોજ અને અલગથી પાણીના બોર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે CO2, પાવડર, સેફ્ટી ફાયરની બોટલ અને કારીગરને પણ સૂચના આપવામાં આવી છે કે, જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણીની ડોલ અને માટીની ડોલ જોડે રાખવી જ્યારે પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે તરત ચોખ્ખો સ્વચ્છ કરી દેવું, જેથી આગથી બચી શકાય.