અમદાવાદ : રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને (Implementation of Fire Safety Act) લઇને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં (AMC affidavit in High Court) રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) સોગંદનામું રજૂ (AMC affidavit in High Court) કર્યું હતું. આ સોગંદનામામાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, રાજ્યની 23 નગરપાલિકાના 1863 હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે બીયુ પરમિશન નથી. આ ઉપરાંત, 104 હોસ્પિટલ અને 301 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી નથી, તો બીજી તરફ AMCના ચીફ ફાયર ઓફિસરએ કરેલા સોગંદનામામાં ખુલાસો થયો છે કે, અમદાવાદની 1351 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી નથી.
ફાયર સેફ્ટીની અમલવારી પર કોર્ટમાં સોગંદનામું
રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં લખ્યું છે કે, ફાયર સેફ્ટીની અમલવારી (Implementation of Fire Safety Act) ન થઈ રહી હોય તેવા નગરપાલિકાની 28 બહુમાળી ઇમારતને સીલ કરવામાં આવી છે. આ સાથે, 60 હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પાણીનું જોડાણ આપવામાં આવ્યુ છે. આ સાથે 78 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટરના જોડાણ પણ આપવામાં આવ્યા છે. બીજી તરફ 52 જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, જ્યારે 34 હોસ્પિટલોના પાણીનું જોડાણ અને 7 હોસ્પિટલના ગટર જોડાણ આપવામાં આવ્યા છે.
ફાયર સેફ્ટી NOC વિહોણી 45 કોમર્શિયલ ઇમારતો
અમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા (AMC Fire Safety affidavit) હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું (High Court On Fire Safety) હતું. આ સોગંદનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદની 1,351 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC જ નથી. જેમાં 444 રેસિડેન્સીયલ કોમર્શિયલ ઇમારતો, 45 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે શાળા અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની અમલવારી થાય તે માટે ભાર મુકવા આદેશ આપ્યો હતો.
203 બિલ્ડિંગ્સ અને 3,173 યુનિટ્સને સીલ કરાયા
હાઈકોર્ટના આદેશ બાદ AMCએ કુલ 251 શાળાઓને ક્લોઝર નોટિસ આપી છે. સોગંદનામાં સૌથી મહત્વપૂર્ણ નોંધ લેવામાં આવી હતી કે, અમદાવાદની તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટી NOC આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના એક મોલ સિવાય અન્ય તમામ મોલ પાસે ફાયર સેફ્ટી NOC છે. અમદાવાદમાં બીયુ પરમિશન સિવાયના આશરે 203 બિલ્ડિંગ અને 3,173 યુનિટ્સને સીલ કરવામાં આવ્યા છે.