- કૃષ્ણગરની અંકુર સ્કૂલમાં લાગી આગ
- ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
- આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
અમદાવાદઃ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી હતી. આ બનાવને પગલે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલમાં કલરકામ અને ફર્નિચરનું કામ ચાલુ હોવાના કારણે લાકડામાં લગાવાતા સોલ્વન્ટના કારણે આગ લાગી હોય તેવુ પ્રાથમિક તારણ છે.
આ પણ વાંચોઃ અમદાવાદના વટવા GIDC ફેઝ-4માં લાગી આગ, ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે
ત્રણ મજૂરો ફસાયા હતા
આ મામલે ફાયર ઓફિસર મિતુલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં એવો મેસેજ મળ્યો કે, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી છે અને ચાર બાળકો ફસાયા છે, જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યાં હતા. જ્યા જાણવા મળ્યું કે ચાર બાળકો નહીં પરંતુ કલરનું કામ કરતા ત્રણ મજૂરો ફસાયા હતા, જેને રેસ્ક્યૂ કરાયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ: વહેલી સવારે લાગેલી આગના કારણે 15 થી વધુ દુકાનો બળીને ખાખ, જુઓ વિડિયો..
આગ લાગતા મજૂરો ધાબા ઉપર ચડી ગયા હતા
આ ઉપરાંત આગની ઘટના અંગે સ્કૂલના ટ્રસ્ટી ડાહ્યા પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ હજુ બની રહી છે. એડમિશન પ્રક્રિયા ચાલુ છે, પરંતુ સ્કૂલ ચાલુ થઈ નથી. સ્કૂલમાં મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ આગ લાગતા મજૂરો ધાબા ઉપર ચડી ગયા હતા. જેથી તેમનો બચાવ થયો હતો. ત્યારે ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.