- અમદાવાદમાં ફરી આગની ઘટના
- ફર્નિચરના ગોડાઉનમાં લાગી હતી આગ
- આગ લાગતાં 12 ગાડીઓ પહોંચી હતી ઘટનાસ્થળે
અમદાવાદ: શહેરના ગોતા વિસ્તાર નજીક આવેલા શ્રીજી એસ્ટેટના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી.
ફાયર એન.ઓ.સી.ના નામે ફક્ત ઉપરછલ્લું થઈ રહ્યું છે ચેકીંગ
શહેરમાં અવારનવાર આગની દુર્ઘટના બનતી રહે છે અને તંત્ર દ્વારા એન.ઓ.સી.ના નામે થોડો સમય ચેકીંગ કરવામાં આવે છે, અને દંડ ઉઘરાવી સંતોષ માની લેતા હોય છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો માટે ક્યારે યોગ્ય પગલાં લે છે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરે છે.