ગાંધીનગર: હેડ ક્લાર્ક પેપર લીક (Head clerk paper leak) થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહયું હતું, ત્યારે આજે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના આપ પાર્ટીના નેતાઓ કમલમ (AAP protest at kamalam) ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો ત્યારે આ પહેલા અન્ય કાર્યકર્તાઓ અને મહિલાઓ પણ અહીં હાજર હતા હલો. મહિલાઓનું કહેવું છે કે, તેઓ માદક દ્રવ્યોનું સેવન કરીને આવ્યા હતા અને તેમને અમારી પર ગેરવર્તણૂક કરી હતી. આ સમગ્ર મામલે બીજેપી મહિલા કાર્યકર્તા (Shraddha rajput on AAP protest) શ્રદ્ધા રાજપૂતે ETV BHARAT સાથે વાત કરી હતી.
પ્રશ્ન : આપ પાર્ટીના કાર્યકર્તાઓ અમે નેતાઓ કમલમમાં વિરોધ પ્રદર્શન માટે આવ્યા હતા શુ સમગ્ર મામલો હતો ?
જવાબ: અચાનક આમ આદમી પાર્ટીના 500 જેટલા કાર્યકર્તાઓ કમલમ ખાતે ધસી આવ્યા હતા જેમાં ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી (FIR Against Isudan Gadhvi) તેઓ અન્ય કાર્યકર્તાઓ સાથે આવ્યા હતા અને તેમને બીજેપી કાર્યકર્તા કમલમ ખાતે હુમલો કર્યો હતો. બહુ જ ખરાબ ભાષામાં તેમને વડાપ્રધાન અને સી આર પાટીલ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમને મારી સાથે હાથ પર ઉઝરડા પડી જાય તે રીતે મારામારી કરી, તેમણે લાવેલા બેનરના દંડાથી અમારી સાથે તેમને છેડતી કરી. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને અમારી સાથે ગાળાગાળી કરી હતી. વિદ્યાર્થીઓનું પેપર લીક થયું છે તે મામલે સરકાર ન્યાય અપાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ લોકશાહીને કલંક લગાડે તેવું કામ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે.
પ્રશ્ન : શું તમે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે ?
જવાબ: હા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે. કેમકે એક જાગૃત નાગરિક તરીકે એક જાગૃત પાર્ટીના કાર્યકર્તા તરીકે અમાનવીય વર્તન અમારી પર થાય તો સાંખી ના લેવું જોઈએ. તેથી અમે આ મામલે ફરિયાદ કરી છે.
પ્રશ્ન : આ પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે અહીં આવ્યા ત્યારે કમલમ ખાતે મહિલાઓ સિવાય કોણ હાજર હતું ?
જવાબ: આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે અહીં આવ્યા ત્યારે યજ્ઞેશ દવે અને તેમની ટીમ તેમજ ઋત્વિક પટેલ, શ્રદ્ધાબેન ઝા સોશિયલ મીડિયાની ટીમ સહિતના અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા.
પ્રશ્ન : આપ મામલાની જયારે ખબર પડી ત્યારે હર્ષભાઈ સંઘવી પણ અહીં આવ્યા હતા તેમની આ મામલે શું પ્રતિક્રિયા હતી?
જવાબ: ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જ્યારે અહીં આવ્યા હતા એ પહેલા અમને પોલીસ પ્રોટેક્શન મળી ચૂક્યું હતું. તેઓ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
આ પણ વાંચો: Head Clerk Paper Leak : આમ આદમી પાર્ટી દ્વારા કમલમના ઘેરાવ સામે પોલીસનો લાઠીચાર્જ
આ પણ વાંચો: CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા