ETV Bharat / city

અમેરિકન સરકારના વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાના નિર્ણયને લઈ જાણો નિષ્ણાતોનો મત - us news

અમેરિકી ફેડરલ ઇમિગ્રેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે, અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફોલ સેમેસ્ટરમાં ફક્ત ઓનલાઇન ક્લાસીસ ચાલુ રાખવામાં આવશે. તો તેમાં અભ્યાસ કરી રહેલા એફ-વન અને એમ-વન વિઝા ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકા છોડીને તેમના દેશ પરત ફરવું પડશે. ત્યારે ભારતના પણ કેટલાય વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેશમાં પરત ફરવું પડશે.

american-government
અમેરિકન સરકારના વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાના નિર્ણયને લઈ જાણો નિષ્ણાતોનો મત
author img

By

Published : Jul 8, 2020, 10:59 PM IST

અમદાવાદઃ અમેરિકી ફેડરલ ઇમિગ્રેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે, અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફોલ સેમેસ્ટરમાં ફક્ત ઓનલાઇન ક્લાસીસ ચાલુ રાખવામાં આવશે. તો તેમાં અભ્યાસ કરી રહેલા એફ-વન અને એમ-વન વિઝા ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકા છોડીને તેમના દેશ પરત ફરવું પડશે.

જે વિદ્યાર્થીઓએ ફોલ સેમેસ્ટર માટે પ્રવેશ મેળવ્યો છે કે મેળવશે અને તેમની કોલેજ કે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ ચલાવવામાં આવે તો, તેવા વિદ્યાર્થીઓને અમેરિકા વિઝા જારી કરશે નહીં. તેમજ અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા પણ આવા વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ અપાશે નહીં. મતલબ કે વિદ્યાર્થીઓ ફિઝિકલ રીતે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવું પડશે.

અમેરિકન સરકારના વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાના નિર્ણયને લઈ જાણો નિષ્ણાતોનો મત

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતના 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે ચીનના લગભગ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આવા સમયે વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણય વિરુદ્ધ સહી ઝુંબેશ પણ શરૂ કરી છે. અમેરિકા ખરાબ રીતે કોરોનાના ભરડામાં છે ત્યારે વિદ્યાર્થીઓને ફિઝિકલ રીતે કોલેજ કે યુનિવર્સિટીમાં હાજર થવા કહેવું તે યોગ્ય નથી. તો બીજી તરફ અમેરિકી યુનિવર્સિટીઓ દ્વારા હાઈબ્રિડ મોડલ બનાવવાની વિચારણા પણ ચાલી રહી છે. જે મુજબ સરકારના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકે તેટલો સમય ફિઝિકલ ક્લાસ ચલાવવા અને અન્ય સમયે ઓનલાઈન ક્લાસ ચલાવવા. અમેરિકાના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જાણકારો કહી રહ્યા છે કે, ખરેખર તો અમેરિકામાં કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઇન અભ્યાસની સાથે ઓછા વેતને નોકરી પણ કરતા હોય છે. જેથી અમેરિકાનોની નોકરીઓ છીનવાઈ છે. જેને લઈ સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને કાઢી મૂકવાનો કારસો ઘડાયો છે. આ વાતને લઈ ભારત સરકારે પણ અમેરિકી સરકાર સામે વિદ્યાર્થીઓને લઈને મુદ્દો ઉઠાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી વિદ્યાર્થીઓ પરત તેમના દેશ કેવી રીતે આવશે તે પણ જોવું રહ્યું. ત્યારે એક્સપર્ટ માની રહ્યા છે કે, કોઈપણ વિદ્યાર્થીએ પરત પોતાના દેશ આવવું નહીં પડે. કારણ કે, વિદ્યાર્થી કોલેજમાં જઈ હાજરી ભણશે તો તેમને અમેરિકન સરકાર દ્વારા પોતાના દેશ પરત મોકલવવામાં નહીં આવે. પરંતુ,વિદ્યાર્થીઓએ આ સમયે સ્વદેશ પરત ફરવાની ભૂલ કરવી જોઈએ નહીં અને ચોક્કસ જ જે દેશમાં રહેતા હોઈ તે દેશના નિયમો અને કાયદાનો અમલ ચુસ્તપણે કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.