- ગુજરાત ચેમ્બર સાથે નાણાપ્રધાને વેબિનાર યોજ્યો
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આગામી બજેટ માટે સુચનો મેળવ્યા
- ટેક્સ રેટમાં ફેરફાર કરવા જીસીસીઆઈ પ્રમુખનું સુચન
અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે રોડમેપ ટુ રિકવરી પોસ્ટ કોવિડ ઈન્ડિયન ઈકોનોમી પર એક વેબિનાર યોજ્યો હતો. જેમાં ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચનની સાથે આગામી બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઈનડાયરેક્ટ ટેક્સ, ફાઈનાન્સ અને બેંકિંગ સેકટરમાં સુધારા માટે સુચનો કર્યા હતા.
ગુજરાત ચેમ્બર પ્રમુખના સુચનો
ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું કે, કોર્પોરેટ ટેક્સ ભરનારાઓની જેમ બિન કોર્પોરેટ ટેક્સ ભરનારાઓના ટેક્સ રેટમાં ઘટાડો કરવો જોઈએ. કલમ 37AD હેઠળ કોવિડ કેર ખર્ચને સીએસઆર અંતગર્ત મંજૂરી આપવી જોઈએ. એલએલપીને કલમ 44 એડી હેઠળ પ્રોગેસિવ કરવેરાનો લાભ આપવો જોઈએ. જીએસટીએનને ધ્યાનમાં રાખીને મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને સરકારના સંપૂર્ણ કાર્યકાળ માટે આવકવેરાના કાયદાને સ્થિર રાખવું જોઈએ. જીએસટી હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ. બેંકો દ્વારા કરંટ ખાતા બંધ કરવા અંગે આરબીઆઈના પરિપત્રને લીધે મુશ્કેલીઓ સર્જાઈ છે. જેવા સુચનો કર્યા હતા. તેમજ આગામી બજેટમાં ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યોને વધારે ભંડોળ ફાળવવાનું સુચન પણ કર્યું હતું.
આગામી બજેટ માટે ગુજરાત ચેમ્બરના સુચનો
- બિન કોર્પોરેટ ટેક્સ ભરનારાઓના ટેક્સ રેટમાં ઘટાડો કરવો જોઈએ
- કલમ 37AD હેઠળ કોવિડ કેર ખર્ચને સીએસઆર અંતગર્ત મંજૂરી આપવી
- એલએલપીને કલમ 44 એડી હેઠળ પ્રોગેસિવ કરવેરાનો લાભ આપવો જોઈએ
- જીએસટીએનને ધ્યાનમાં રાખીને મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ
- ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને સરકારના સંપૂર્ણ કાર્યકાળ માટે આવકવેરાના કાયદાને સ્થિર રાખવો જોઈએ
- જીએસટી હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ
- બેંકો દ્વારા કરંટ ખાતા બંધ કરવા અંગે RBIના પરિપત્રને લીધે મુશ્કેલીઓ સર્જાઈ છે
- ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યોને વધારે ભંડોળ ફાળવવા અનુરોધ
ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચને પ્રોત્સાહન આપશેઃ નાણાપ્રધાન
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કહ્યું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળેલા સુચનો ખૂબ જ મહત્ત્વ પૂર્ણ છે અને હું ખાતરી આપું છું કે જીસીસીઆઈ દ્વારા અપાયેલ સુચનો પર મંત્રાલય યોગ્ય રીતે ધ્યાન આપશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખર્ચના સ્તરને જાળવી રાખવા અને અગત્યના પ્રોજેક્ટસ પરના ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
ગુજરાતના ઉદ્યોગોની વિશેષતાને યાદ કરી
ગુજરાત જેમાં મહારથ ધરાવે છે તેવા ક્ષેત્રોને નિર્મલા સીતારમણે યાદ કર્યા હતા, જેમાં કચ્છનો સોલર પાર્ક, ગીફટ સિટી, અંલગ શિપયાર્ડ, તેમજ સૂરતનો કાપડ અને ડાયમંડ ઉદ્યોગ છે. નાણાપ્રધાને આત્મનિર્ભર ભારત યોજના તેમજ પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના પાછળના ઉદ્દેશ્ય અંગે તેમણે વાત કરી હતી. તેમજ હાલના સમયમાં આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ અને નવીનીકરણ વિકાસ માટેના મુખ્ય પાસા બની રહેશે. ગુજરાત ચેમ્બરના માનદમંત્રી પથિક પટવારીએ આભાર વિધીમાં એમ કહ્યું કે, નાણાપ્રધાનને દર ત્રણ મહિને આવો વેબિનાર યોજવા વિનંતી કરી હતી, અને પોસ્ટ બજેટ પણ વેબિનાર યોજવા સુચન કર્યું હતું.