અમદાવાદ: લૉકડાઉનના સમયગાળામાં જે વિદ્યાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી એ શાળા કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહી. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહી. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં બાળકોને શાળા હાંકી કાઢી શકશે નહીં.
શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસૂલી શકાશે નહીંઃ સરકાર નોંધનીય છે કે, લૉકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જો કે, વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનું એડમિશન રદ ન કરવાનો આદેશ કર્યો હતો.
શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસૂલી શકાશે નહીંઃ સરકાર વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોના લૉકડાઉનને લીધે ધંધોવેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.
વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે, ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીસમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉમ દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયાં છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા 15મી ઓગસ્ટ બાદ શાળાકોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.