- ન્યુ મણિનગર એરિયામાં કેનાલમાં દુષિત પાણીની સમસ્યા
- સ્થાનિકોમાં રોગચાળાનો ભય
- કોરોના સાથોસાથ હવે પાણીજન્ય બીમારી ફેલાવાની પણ સંભાવના
- લોકોએ સ્થાનિક કાઉન્સિલરને કરી મૌખિક રજૂઆત
અમદાવાદ: ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલી પૂષ્પદીપ સોસાયટી, ગોકૂલ સોસાયટી, નિલકંઠ ફલેટ, ઇન્દ્રપૂરી ટાઉનશીપ, ત્રિકમપૂરા આસપાસ તથા ન્યૂ મણિનગર સીટીએમ એકસપ્રેસ હાઇવે નીચે પસાર થતી પાકી કેનાલમાં ઓઢવ બાજૂથી કેમિકલ્સ પાણીમાં ગેરકાયદેસર રીતે વટવા GIDC તરફ છોડવામાં આવી રહ્યું છે. પરિણામે આસપાસના રહીશો કેમિકલ્સ દૂર્ગંધથી અને મચ્છરોના ત્રાસથી પરેશાન થઇ ગયા છે. એક તરફ સતત દૂષિત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તો બીજી તરફ મનપાના મેલેરીયા વિભાગની કામગીરી કે દવા-ધૂમાડાની અસર થતી નથી.
આ પણ વાંચો: વડોદરામાં પીવાના દૂષિત પાણી મુદ્દે શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું
આ પણ વાંચો: RMCના પાપે ગંદુ પાણી પીવા માટે પ્રજા મજબૂર, દૂષિત પાણીની બોટલ્સ સાથે મહિલાઓનો વિરોધ
રહીશોનો આક્રોશ
આ મુદ્દે ન્યુ મણિનગર વિસ્તારમાં રહેતા બિપીનભાઈએ ETV ભારતને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગૂજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોડૅ દ્વારા જાણે ગેરકાયદેસર કેમિકલ્સ ઠાલવાની ગંદા પાણી નાખવાની મંજૂરી આપી હોય તેવું દેખાય છે. મનપાના હેલ્થ, ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ પણ જાણે કોઈ કામગીરી ન કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. અહીંયા મોંઘાભાવના બંગલા ફલેટોમાં જીવન વિતાવવા આવેલા પરિવારો નૂકશાન વેઠી મકાન વેચી સ્થળાંતર કરવા મજબૂર થયેલા છે. આ અંગે જો પોલ્યૂશન વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી નહી થાય તો સ્થાનિક રહીશો નામદાર ગૂજરાત હાઇકોર્ટમાં PIL કરશે.