અમદાવાદઃ અમદાવાદની ખાનગી નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલમાં (Netralaya Super Specialty Eye Hospital ) ગુજરાતના સૌપ્રથમ ઝામરના રોગને શરૂઆતમાં પકડી શકાય તેવું તેમજ ડ્રાયની તકલીફને ચાર અલગ અલગ રીતે માપી શકાય એવા અદ્યતન મશીન (Glaucoma Treatment in Ahmedabad ) ઉપલબ્ધ થયા છે. આ મશીનોની શું વિશેષતાઓ છે અને આ રોગને વધતા અટકાવવા (EYE Disease Treatment ) માટે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ.
ઝામરનું ઝડપથી નિદાન થવું જરુરી છે
હોસ્પિટલના ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા etv ભારત સાથે વાત કરતા જણાવે છે કે, દર્દીને એકવાર ઝામર થયા બાદ ઝામરથી થયેલા આંખના નુકસાનને પાછું વળી શકાતું નથી. તેના માટે જરૂરી છે કે, ઝામરનું ખૂબ જ ઝડપથી નિદાન કરીને તેની (EYE Disease Treatment ) સારવાર કરવામાં આવે. જેથી ઝામરના (Glaucoma Treatment in Ahmedabad ) રોગની શરૂઆતના સ્ટેજમાં જ નિદાન કરીને ઊગતો જ ડામી શકાય તે માટે ગુજરાતનું સૌ પ્રથમ "ઝીયર્સ હમ્પરી પેરામીટર્સ" મશીન દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. ઝામર એક એક એવું પ્રવાહી હોય છે જે આંખોમાં ઓક્સિજન લાવવાનું કામ કરતી હોય છે.
ઝીયર્સ હમ્પરી પેરામીટર્સ મશીન કેવી રીતે કામ કરશે?
ઝીયર્સ હમ્પરી પેરામીટર્સમાં અદ્યતન બ્લુ અને ટેકનોલોજીને લીધે ઝામરનું શરૂઆતના સ્ટેજમાં જ નિદાન કરીને તેની ચોક્કસ સારવાર (EYE Disease Treatment ) કરી શકાશે. શરૂઆતના સ્ટેજમાં ઝામરની પકડી શકાય છે સાથે સાથે રીપોર્ટ કરવાનો સમયમાં પણ ઘટાડો થાય છે. મગજમાં થતી તકલીફને કારણે જે દર્દીઓને દ્રષ્ટિમાં તકલીફ હોય તેમની પણ પેરામિલિટ્રી આ મશીન થકી કરી શકાય છે. ચેક અપ કરતી વખતે જો દર્દીનું ધ્યાન થશે તો મશીન જાતે ચેક કરી શકે છે અને જાતે રિપોર્ટ રોકી પણ શકે છે જેથી ભૂલ થવાની શક્યતા નહીંવત રહે છે. બધા જ રિપોર્ટ ડિજિટલી જોઈ શકાય છે અને દર્દીને મોકલી પણ શકાય છે.
આ પણ વાંચોઃ આંખમાં કોવિડનું ઇન્ફેક્શન થતું અટકાવવા માટે લેન્સને બદલે ચશ્માં પહેરવાનું રાખો
ડ્રાયની સમસ્યા
ડો. પાર્થ આઈ ડ્રાયની સમસ્યા (Dry eyes problems) વિશે જણાવતાં કહે છે કે, હાલમાં મોબાઇલ અને લેપટોપ પર કામ કરવા માટે લોકો વધુ સમય પસાર કરતા હોવાથી મોબાઇલ લેપટોપના વધુ પડતા ઉપયોગથી ડ્રાય આઈઝની તકલીફમાં વધારો થયો છે. ડ્રાયની સમસ્યા અને ચાર અલગ અલગ રીતે માપી શકાય તેવું મશીન નેત્રાલય હોસ્પિટલમાં વિકસાવવામાં આવ્યું છે.
ડ્રાય આઈ અદ્યતન મશીનની વિશેષતાઓ
મોબાઇલ લેપટોપ સ્ક્રીનના વધુ ઉપયોગથી વધેલી ડ્રાય આઈની તકલીફને (Dry eyes problems) આ અદ્યતન મશીન ચાર અલગ અલગ રીતે માપી શકે છે અને ડ્રાય આઈ તકલીફમાં આંખોમાં બળતરા, આંખ લાલ થવી, ઝાંખું દેખાવું તેમજ વારંવાર આંખો પટાવવાની ફરિયાદમાં દરદીને ઠંડકના ટીપા આપીને સચોટ સારવાર થાય છે.
આ પણ વાંચોઃ Dry eyes causes : શિયાળામાં આંખો સૂકી થવાની સમસ્યાથી બચો, રાખો આ સાવધાની
ડો.શીતલ જાનીએ ઝામર વિષે કહ્યું કે આપણે વિઝ્યુઅલ ફીડ ચેક કરવા માટે, કે આપણે સરખી રીતે જોઈ શકીએ કે નહીં, ઝામરની બીમારી એવી છે કે એમાંથી પેરીપેરીમાંથી વિઝન જતું હોય છે માટે એને ઓળખ કરવા માટે આ મશીનનો (EYE Disease Treatment ) ઉપયોગ થતો હોય છે.