ETV Bharat / city

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ માટે કોરોના પછીનું બજેટ અગ્નિપરીક્ષાવાળું હશેઃ નિષ્ણાંતો

author img

By

Published : Jan 29, 2021, 7:36 PM IST

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી સામાન્ય બજેટ 2021-22 રજૂ કરશે. આ બજેટ કેવું આવશે? જે અંગે તમામના મનમાં પ્રશ્ન છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી પછી દેશ અને દુનિયાની ઈકોનોમી પર વિપરીત અસર પડી છે, આવા કપરા સંજોગોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ માટે બજેટ રજૂ કરવું અગ્નિપરીક્ષા રહેશે. બજેટ અગાઉ આપણે જાણીએ કે બજેટ કેવું આવવું જોઈએ? કે જેથી દેશના અર્થતંત્રનો ગ્રોથ થાય અને નાણાકીય ખાદ્ય દૂર કરી શકાય. આ અંગે ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે અમદાવાદના જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ અને વરિષ્ઠ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને કરવેરા નિષ્ણાંત નિતીન પાઠક.

ETV BHARAT
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ માટે કોરોના પછીનું બજેટ અગ્નિપરીક્ષાવાળું હશે
  • સરકારી ખર્ચ વધુ કરવો જોઈએ
  • GST અને કરવેરામાં વધારો આવશે
  • ગરીબોની આર્થિક સ્થિતિ સુધરે તે માટે સરકારે આર્થિક મદદ કરવી જોઈએ

અમદાવાદઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ભારતનો GDP ગ્રોથ માઈનસમાં જતો રહ્યો છે. આ સંજોગોમાં પહેલી ફેબ્રુઆરી રજૂ થનારા બજેટ દેશના GDPને પ્લસમાં લાવવાનો પ્લાન રજૂ કરી શકે છે. GSTની આવક ઘટી છે, અને હવે GST સહિત કરવેરાની આવક વધે તે માટે યોજના રજૂ કરશે. નિષ્ણાંતોનો મત એવો છે કે, સરકારે કોરોના જેવા મહામારીનો સામનો કરવા માટે અને દેશને મંદીમાં બહાર કાઢવા માટે સરકારી ખર્ચ વધારવાની જરૂર છે. જો સરકાર ખર્ચ વધારશે તો જ દેશના ગરીબોની આર્થિક સ્થિતિ સુધરશે અને GDP ગ્રોથ ઝડપથી રિકવર થશે.

ફીઝકલ ડેફિસીટ વધે તો વધવા દેવી

કેન્દ્ર સરકારે આ વર્ષે નાણાકીય ખાદ્ય (ફીઝકલ ડેફિસીટ) વધે તો વધવા દેવી જોઈએ, પરંતુ સરકારે દેવું કરીને પણ સરકારી ખર્ચ વધારવાની તાતી જરૂરિયાત છે. માલેતુજારો પર ટેક્સ નાંખીને પણ આવક વધારવા નાણાં પ્રધાને આકરા પગલા લેવા પડશે. કરવેરા નિષ્ણાંતનું કહેવું હતું કે, આ બજેટમાં સરકાર પાસે ટેક્સમાં રાહતની આપણે કોઈ આશા રાખતા નથી, પરંતુ કરવેરામાં સરળીકરણની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ.

માલેતુજારો પર ટેક્સ વધુ નાંખવો

બીજી તરફ નાણાં પ્રધાન આ વખતના બજેટમાં વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં કોઈ વધારો નહીં કરે તેમજ GSTના ચાર સ્લેબ છે, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જે સ્લબ 3 કરવાની માગ હતી. પણ આ બજેટમાં GSTના સ્લેબમાં ધટાડો થાય તેવી શક્યતા નથી. નાણાં પ્રધાન માલેતુજારો પર કોરોના નામે સરચાર્જ નાંખી શકે છે અથવા કોઈ નવો ટેક્સ લાદી શકે છે. કેન્દ્ર સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયન યુએસ ડૉલર કરવાનું સ્વપ્ન હાલ પુરતુ તો રોળાયું છે, પણ આઈએમએફે કહ્યું છે કે 2021ના વર્ષમાં ભારત ડબલ ડીજીટમાં ગ્રોથ હાંસલ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.