ETV Bharat / city

કોરોનાથી ડરવાની જરૂર નથી, લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો: PI રવિરાજસિંહ જાડેજા

author img

By

Published : Jul 12, 2020, 10:53 AM IST

રાજ્યમાં સંક્રમણથી બચવા માટે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન સમયગાળા દરમિયાન પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ 24 કલાક ખડેપગે રહીને પોતાની સેવા આપી રહી હતી પરંતુ, પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. આજે એક એવા જ કોરોના વોરિયર સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી.

ahmedabad
PI રવિરાજસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત

અમદાવાદઃ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ જાડેજાને લૉકડાઉનની કડક અમલવારી દરમિયાન જ કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ હવે તેઓ કોરોનાને માત આપીને તેમની ફરજ પર પરત ફર્યા છે, ત્યારે તેઓએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી અને કોરોનાથી બચવા જાતે જ સંભાળીને રહો.

PI રવિરાજસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત

રવિરાજસિંહ જાડેજા માટે ક્વોરેન્ટાઈનનો આ 14 દિવસનો સમયગાળો કેવો હતો આ મામલે તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, " લૉકડાઉનના કડક અમલ દરમિયાન જ તેઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જ્યારે પરિવારજનોને ખબર પડી તો હવે શું થશે? કેવું થશે? કેવી રીતે થશે? તેવા જ વિચારો ઘરમાં અને પરિવારજનોને આવ્યા હતાં, પરંતુ મેં હિંમત હારી ન હતી અને દવાખાનમાં દાખલ થયો હતો, જ્યારે મને ચાર દિવસ સુધી દવાખાનામાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો, પરંતુ પાંચમા દિવસે મને રજા આપવામાં આવી હતી. હોમ કોરોન્ટાઇલમાં પણ આજુબાજુના રહીશોએ મને અને મારા પરિવારજનો સાથ સહકાર આપ્યો હતો અને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી ન હતી. જ્યારે મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે એ સમયગાળા દરમિયાન મારા ઉપરી અધિકારી એવા ACP, DCP, સેકટર 2ના અધિકારીઓ દ્વારા પણ ખાસ સંભાળ રાખવામાં આવી હતી."

જ્યારે લૉકડાઉન દરમિયાન કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે દરમિયાન રવિરાજસિંહ જાડેજાએ પોતાના અનુભવ જાહેર કરતા જણાવ્યું હતું કે, ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૉકડાઉનની કામગીરી દરમિયાન અનેક કેસ પોઝિટિવ આવ્યા હતાં. જ્યાં પોઝિટિવ દર્દીની ઘરની આસપાસના લોકો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતુ હતું. આ દરમિયાન પોલીસને ખબર પડે તો જે તે ઘટના સ્થળ ઉપર જઈને લોકોને સમજવતી હતી અને આ કોરોના કાળ દરમિયાન જો આપણે જ આપણા પાડોશીઓની મદદ નહીં કરીએ તો તે ખોટું થશે. અત્યારના સમયમાં આપણે જ મદદ કરવી જોઈએ. આવા વધુ કિસ્સાઓ માટે જુઓ પુરો વીડિયો...

અમદાવાદથી પાર્થ જાનીનો ખાસ એહવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.