ETV Bharat / city

Exclusive : હું પક્ષમાં કેવી રીતે ઉપયોગી બનું તે દિશામાં કામ કરી રહ્યો છું - ભરતસિંહ સોલંકી

ગુજરાતના રાજકારણમાં ભરતસિંહ સોલંકી ફરી એક વખત સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી જ નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ સોલંકી રાજકારણમાં નિષ્ક્રિય હતા. સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે તેમને કોંગ્રેસ પક્ષમાં ફરી એક વાર સક્રિય થયા છે. ત્યારે ETV BHARAT દ્વારા ભરતસિંહ સોલંકી સાથે ખાસ વાત-ચીત કરવામાં આવી હતી.

Exclusive interview of congress leader bharatsinh solanki

author img

By

Published : Jan 5, 2021, 9:29 PM IST

  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ફરી એક વખત થયા સક્રિય
  • કોરોના સંક્રમિત થયા બાદ ભરતસિંહે 101 દિવસ સુધી લીધી હતી સારવાર
  • મને મળેલું નવું જીવનદાન પક્ષને કઇ રીતે ઉપયોગી બને તે દિશામાં કામ કરી રહ્યો છું : ભરતસિંહ

અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ફરી એક વખત રાજકારણમાં સક્રિય થયા છે. લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ પક્ષમાં નિષ્ક્રિય રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકીનું જૂથ હાવી રહે છે. છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની તમામ બેઠકોમાં ભરતસિંહ હાજર રહે છે. ફરી એક વખત ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ મળે તે વાતને લઈને પણ હલચલ તેજ થઈ રહી હોય તેમ જણાઇ રહ્યું છે. સ્વરાજ્યની ચૂંટણી 2015 અને વિધાનસભાની ચૂંટણી 2017માં કોંગ્રેસ ભરતસિંહની અધ્યક્ષતામાં લડ્યું હતું. તો બીજી તરફ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભરતસિંહની હાર થઇ હતી.

પ્રજા નક્કી કરશે કે, પ્રજાનું હિત શેમાં રહેલું છે? : ભરતસિંહ સોલંકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકમાં ભરતસિંહ રહે છે હાજર

તારીખ સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ કોઓર્ડીનેશન સમિતિ તથા સિનિયર નેતાઓની છેલ્લા કેટલાય દિવસોથી બેઠકો મળી રહી છે. આ બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભરત સોલંકી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિત રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સિનિયર નેતાઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.

ETV BHARAT સાથે ભરતસિંહ સોલંકીએ કરી ખાસ વાતચીત

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કોરોના વાઇરસની જે મહામારી સર્જાઈ છે, તેમાં હું પણ સંક્રમિત થયો હતો. 101 દિવસની સૌથી વધુ સારવાર લીધા બાદ આ માંદગીમાંથી હું બહાર આવ્યો છું. જે બાદ મને એ વાતની પ્રતીતિ થઈ કે, ગુજરાતના હજારો કાર્યકર્તાઓ અને હજારો લોકોએ મારા માટે પ્રાર્થના કરી હતી અને ભગવાન સમક્ષ દુઆ માંગી હતી. આ તમામ લોકોની આસ્થા, પ્રાર્થના અને દુઆથી આજે મને નવું જીવતદાન મળ્યું છે. નવું જીવતદાન મળ્યા બાદ પહેલા મારો જે પ્રકારનો આત્મવિશ્વાસ હતો. તેના કરતાં આજે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. આ નવું જીવન જે મળ્યું છે, તે જીવનને હું કેવી રીતે ઉપયોગમાં લેવું, નવા જીવનની ઉપયોગમાં લઇ કેમ વધારે કામ કરું તે દિશામાં આજે મેં મારું પ્રોપર અને માઈન્ડ બનાવેલું છે તેના ભાગરૂપે જે પ્રવૃત્તિ હું કરતો હતો કોંગ્રેસના એક સૈનિક તરીકે કોંગ્રેસના એક કાર્યકર તરીકે અને પ્રજાના જનસેવક તરીકે ત્યારે જે તે સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, તે એટલી અગત્યની છે કે તેનાથી કોઈ સરકાર ના બદલાય કે તેનાથી કોઈ કેન્દ્રની કે રાજ્યની સરકાર નહી બદલાય, પરંતુ જીવન કેવી રીતે ચાલી રહ્યું છે અને પાયાની વ્યવસ્થા બરાબર ચાલી રહી છે કે નહીં તે બાબત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળતી હોય છે. આજે રાજ્યમાં મહાનગરોમાં ખૂબ વધુ કરવેરા લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને નાગરિકતા અને સુવિધાઓ પૂરી મળતી જ નથી. ત્યારે સ્વભાવિક જ છે, જે રીતે નાગરિકો અને અનેક વખત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની મનસ્વી અભિમાની અને વહીવટ દ્વારા ભ્રષ્ટાચારો આદરવાની મોટી ખાઈ કરીને જનજીવન હિત માટે નહીં, પરંતુ પોતાના સ્વાર્થ માટે થઈ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ આ વખતે એક નવા વિચારો સાથે અને એક નવા જ અભિગમ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની વિચારધારા ક્યા પ્રકારની?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખું કોંગ્રેસનું માળખું તૈયાર છે. બે નવયુવાન આગેવાનો છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના પરેશ ધાનાણી આગેવાનો તથા કોંગ્રેસના સિનિયર આગેવાનો તમામ લોકો ભેગા થઈ સંકલિત થઇ અને સ્પષ્ટતા સાથે આપણી પ્રજાની વચ્ચે જવું છે, પ્રજા સાથે રહેવું છે અને પ્રજા કોંગ્રેસ પાસેથી અપેક્ષા રાખી રહી છે. જેને મજબૂત કરવા માટે વિચારવિમર્શ કરી રણનીતિ બનાવવામાં આવી રહી છે. તમામ કમિટી ત્યારબાદ પ્રજા વચ્ચે જવાનો નિર્ણય કર્યો છે. એક જોડાણ કરવાનું અને એક સામાન્ય નાગરિકના પ્રશ્નોને વાચા આપવી સાથે જ નવી દિશા નવું કામ કેવી રીતે એક સુંદર દેખાય અને લોક ઉપયોગી રહે તે વધારે સારું રહે તે દિશામાં કોંગ્રેસ હાલ કામ કરી રહી છે.

BTP અને AIMIMના ગઠબંધનને ભરતસિંહ સોલંકી કેવી રીતે જોઈ રહ્યા છે?

કોઈપણ પક્ષને કોઈપણ જાતનું ગઠબંધન કરવું હોય તો તે કરી શકે છે. અમારું લક્ષ્ય માત્ર ગુજરાતની જનતા જનાર્દન છે એનું હિત એની સુખાકારી એનું કલ્યાણ અને તેના માટે દરેક પરિસ્થિતિ કામ કરવા માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશા તૈયાર રહેલો છે. રાજ્યમાં BTP સાથે સમાધાનથી ચૂંટણી લડ્યા હતા. એક જ આશયથી કે, અમારે ગુજરાતના તમામ સમાજના તમામ વર્ગના લોકો તેમના માટે કામ કરવું હતું. તમામ વર્ગના લોકોનું કામ કર્યા બાદ તેમનું કલ્યાણ કરી રાજ્યની સરકાર બનાવવા માટે કામ કરી રહ્યા હતા, પરંતુ કમનસીબે આજે અમારી સાથે નથી, પરંતુ અમે વધુ મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ કરીશું. હવે પ્રજા નક્કી કરશે કે, પ્રજાનું હિત શેમાં રહેલું છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.