- કરફ્યૂને કારણે કેસ ઘટશે
- સિવિલમાં નવા 94 દર્દીઓ આવ્યા
- કોરોના સામે સિવિલ હોસ્પિટલ સજ્જ
અમદાવાદ: શહેરમાં કરફ્યૂનો આજે બીજો દિવસ છે, ત્યારે લોકો સતત પોતાનું કર્તવ્ય સમજી કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા અને કરફ્યૂનું ચોક્કસ પાલન પણ કરી રહ્યા છે. એલિસ બ્રિજ વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોની દૈનિક અવર જવર વધારે રહેતી હોય છે, ત્યારે આજે કરફ્યૂના બીજા દિવસે આ તમામ એરિયા પર લોકોની ચહલપહલ શૂન્ય બની છે. કોરોનાને લઈને ETV BHARAT સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ વાત કરી હતી.
- સવાલ- કેસ વધી રહ્યા છે ત્યારે સિવિલ કેટલી સજ્જ?
જવાબ- ડૉ. મોદીએ જણાવ્યું હતું કે, કેસ વધી રહ્યા છે પરંતુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે. છેલ્લા 24 કલાકમાં 94 નવા દર્દી દાખલ થયા છે પરંતુ સિવિલ હોસ્પિટલ તે માટે પણ તૈયાર છે, હમણાં કેસ વધી રહ્યા છે પરંતુ અન્ય હોસ્પિટલમાં સારવાર પામ દર્દીઓને ટ્રાન્સફર કર્યા હોવાથી સિવિલ પર ભરણ ઓછું છે.હાલ સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડ ખાલી છે તથા અન્ય વ્યવસ્થા પણ છે જેમકે વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે.
- સવાલ- કેસ વધ્યા પાછળનું કારણ શું છે?
જવાબ- કોરોનાના કેસ અચાનક જ વધ્યા છે તેનું કારણ એ છે કે લોકો તહેવારમાં બહાર આવ્યા, એકબીજાના સંપર્કમાં આવ્યા જેના કારણે સંક્રમણ વધ્યું બીજી તરફ વાતાવરણના કારણે પણ સંક્રમણ વધ્યું છે. કાલે પણ 350થી વધુ કેસ નોંધાયા હતા.
- સવાલ- ડૉ. તરીકે કરફ્યૂ અંગે શું કહેવું છે?
જવાબ- સરકાર તરફથી કરફ્યૂ રાખવામાં આવ્યો તે નિર્ણય યોગ્ય છે, અગાઉ પણ કરફ્યૂ રાખવાના કારણે કેસ નિયંત્રણમાં આવ્યા હતા ત્યારે હવે 2 દિવસના કરફ્યૂના કારણે કેસ નિયંત્રમાં આવશે. સરકારને જરૂર જણાય તો કરફ્યૂ રાખવો જોઈએ. કરફ્યૂ અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે. આગામી દિવાસોમા લોકો તકેદારી રાખશે તો ચોક્કસથી કેસમાં ઘટાડો થશે. 2 દિવસનો કરફ્યૂ પૂરું થયા બાદ સોમવારથી રાત્રી કરફ્યૂ તો યથાવત જ રહેશે.