ETV Bharat / city

AIMIM ફક્ત મુસ્લિમ બેલ્ટ પર જ ચૂંટણી લડશે તો અમને ખૂબ દુ:ખ થશેઃ અમદાવાદ AAP પ્રમુખ - Confidence in the constitutional mindset

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત ટૂંક સમયમાં થશે, જેના માટે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસે ઉતેહાદુલ મુસ્લિમીન ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં AIMIMની એન્ટ્રી થઈ છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ બેન્ક પર મોટી અસર પડશે કે કેમ? આ વિષય ETV Bharat સંવાદદાતા રોશન આરાએ આમ આદમી પાર્ટી અમદાવાદના પ્રમુખ અમજદ ખાન પઠાણની એક્સક્લૂસિવ મુલાકાત લીધી છે.

અમદાવાદ AAP પ્રમુખ
અમદાવાદ AAP પ્રમુખ
author img

By

Published : Jan 21, 2021, 11:10 PM IST

  • આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રમુખની એક્સક્લૂસિવ મુલાકાત
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ભૂકંપ આવશે
  • આમ આદમી પાર્ટી પુરી તાકાતથી ચૂંટણી લડશે
    આમ આદમી પાર્ટી અમદાવાદના પ્રમુખ અમજદખાન પઠાણ સાથે ખાસ વાતચીત

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના અમદાવાદના પ્રમુખ અમજદખાન પઠાણે ETV BHARATને કહ્યું કે આ વખતે ગુજરાતની અંદર એક નવો રાજકીય ભૂંકપ આવી રહ્યો છે અને સત્તામાં અને વિપક્ષોમાં જેમણે નિષ્ફળતા દર્શાવી હતી તેને હવે પાછા ફરવાનો સમય આવી ગયો છે. કારણ કે, આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશે અને પુરી મજબૂતાઈ સાથે આમ આદમી પાર્ટી આ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે અને જીતશે.

AIMIM તમામ બેઠકો પર ચૂંટણી લડશે તો સ્વાગત કરીશું

ગુજરાતમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ-મુસ્લિમીનના આગમનથી આમ આદમી પાર્ટીની વોટ બેન્કને અસર થઈ શકે છે. આ પ્રશ્નનો જવાબ આપતા અમજદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AIMIM એ સાબીર કબલી વાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે. હું તેમને વિનંતી કરું છું કે જો તમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશો તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો AIMIM ફક્ત મુસ્લિમ બેલ્ટ પર જ ચૂંટણી લડશે તો અમને ખૂબ દુ:ખ થશે, તેની અસર મત બેન્ક પર પણ થશે.

આમ આદમી પાર્ટી મોટી તાકાતથી જીતશે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટીના લોકો બંધારણીય માનસિકતામાં વિશ્વાસ ધરાવતા લોકો છે. અમારા લોકો પહેલા પણ અમારી સાથે હતા છે અને હજી પણ અમારી સાથે છે. જો AIMIM ફક્ત મુસ્લિમ વિસ્તારોમાં જ પોતાના પ્રતિનિધિઓ ઉભા કરશે, તો તે સ્પષ્ટ થઈ જશે કે જ્યાં આમ આદમી પાર્ટી મોટી તાકાતથી જીતવા જઈ રહી છે, ત્યાં AIMIM અમારા મત કાપી નાખશે, જેનાથી ભાજપને ફાયદો થશે.

AIMIM એ ભાજપની B ટીમ છે?

અમજદખાન પઠાણે જણાવ્યું હતું કે, જો AIMIM ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી નહીં લડે, તો અમારી જીત પાકી છે અને હું AIMIMને દાવો કરી શકું છું કે, AIMIM પક્ષ ભાજપની B ટીમ છે અને જો તે તમામ બેઠકો પર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડશે તો અમે તેમનું સ્વાગત કરીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.