- હાઈકોર્ટમાં IPCની કલમ 375ના બીજા નંબરના અપવાદને પડકારતી અરજી
- પત્નીની અસહમતિ છતાં શારીરિક સંબંધને રેપ ન કહેવાની જોગવાઇથી પત્નીના મૂળભૂત અધિકારોને હનન
- હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં ભારતીય દંડ સહિતા IPCની કલમ 375ના બીજા નંબરના અપવાદ (Exception To Section 375 IPC)ને પડકારતી અરજી કરવામાં આવી હતી. આ કલમ અંતર્ગત જો પતિ તેની પત્નીની અસહમતી હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધે (Sexual intercourse without consent) તો પણ તેને રેપ કહી શકાય નહીં તેવી જોગવાઈ છે. અરજદાર વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કલમની આવી જોગવાઇથી પત્નીના મૂળભૂત અધિકારોનું હનન થાય છે. તેની ગરિમા જોખમમાં મુકાય છે. આ સામે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
શું છે ભારતીય દંડ સંહિતાની ધારા 375?
ભારતીય દંડ સંહિતાની ધારા 375 (section 375 of the indian penal code) મુજબ બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં કોઇ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ, તેની સહમતી વગર, સ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી,અથવા અન્ય ધમકી આપીને, ખોટી રીતે બહેલાવી-ફોસલાવીને, સ્ત્રી માનસિક રીતે સ્વસ્થ ન હોય તેવી સ્થિતિમાં અથવા તો 18 વર્ષથી ઓછી આયુની હોય તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કારની વ્યાખ્યામાં (Definition of rape according to indian law) સમાવિષ્ટ થાય છે. આ કલમના અપવાદ રૂપે જો પુરુષ તેની પત્ની જેનું આયુષ્ય 15 વર્ષ કરતા વધુ હોય તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધે તો તેનો સમાવેશ બળાત્કારમાં થતો નથી.
કાયદામાં ગુનાની ગંભીરતા મુજબ સજાની જોગવાઈ
અરજદાર વતી આજે હાઈકોર્ટમાં આજ અપવાદને પડકારવામા આવ્યો હતો. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, IPCની કલમ 376માં બળાત્કારના કેસમાં તેની ગંભીરતા મુજબ આજીવન કેદની સજા સુધીની જોગવાઈ છે. ગંભીર ગુના માટે મોટી સજાની જોગવાઈ (provision of punishment for serious offence) છે, કારણકે 375ના અપવાદમાં પતિ પત્ની સાથે બળાત્કાર કરે તો તેને બળાત્કારની વ્યાખ્યામાં સમાવિષ્ટ નથી કરાયો. તેથી 376ની કલમમાં તે માટે સજાની જોગવાઈ (Punishment provision In section 376) પણ નથી થઈ.
નારીના બંધારણીય અધિકાર પર તરાપ
માનસિક રીતે અસ્થિર મહિલા સાથે બળાત્કાર (Rape of a mentally unstable woman) કરવામાં આવે તો તેની માટે 20 વર્ષ કે આજીવન કેદની જોગવાઈ છે, પણ જો આજ બળાત્કાર પતિ તેની અસ્થિર મગજની પત્ની સાથે કરે તો તેની માટે સજાની જોગવાઈ નથી. આ સાથે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે મેરિટલ રેપમાં પતિને સજા ન થવી એ નારીના બંધારણીય અધિકાર ઉપર તરાપ છે.
હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી કે, સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓમાં પણ ગૌરવ સાથે જીવવાનો (Right to live with pride), અંગત ગૌપનીયતાનો અધિકાર (right to personal privacy), શારીરિક સબંધ બાંધવા ઉપર મનાઈ કરવાના અધિકારોને સુરક્ષિત રાખવામા આવ્યા છે. આ સાથે જો પુરુષ દ્વારા પત્ની સાથે મારઝૂડ કરવામાં આવે તો સજા, પણ જો તેની સાથે બળાત્કાર કરવામા આવે તો સજા નહીં આ પાછળ શુ તથ્ય છે? સ્ત્રી અને પત્ની વચ્ચે કુત્રિમ ભેદ ઊભો કરીને પુરુષને તેના અપરાધ બદલ સજા માંથી બાકાત રાખવામાં આવી રહ્યો છે. અરજદારની રજૂઆતો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જવાબ આપવા નોટિસ પાઠવી હતી.
આ પણ વાંચો: modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે
આ પણ વાંચો: દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું