ETV Bharat / city

કોરોના મહામારીના સમયમાં પણ ગુજરાતમાંથી જુલાઇ મહીનામાં 6 જેટલા થયા હતા ઓર્ગન ડોનેશન - The rate of organ donation in developing countries

રક્તદાનની સાથે અંગદાનને પણ મહાન ગણવામાં આવે છે. એક વ્યક્તિના અંગ દાન કરવાથી સાત વ્યક્તિને નવજીવન મળતું હોય છે, પરંતુ ગુજરાતમાં હજુ અંગદાન અંગે વ્યાપક જાગૃતિ જોવા મળી નથી તેમ જણાય છે. જોકે હાલમાં અંગદાન અંગે ઘણી કામગીરી થઇ રહી છે, પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે. દેશમાં લાખો લોકો અંગદાનની પ્રતીક્ષામાં હોય છે અને અંગદાન એક માત્ર એવો વિકલ્પ છે કે, જે તેમને જીવન દાન આપી શકે છે.

Organ donation
કોરોના મહામારીના સમયમાં પણ ગુજરાતમાંથી ગયા મહીને 6 જેટલા થયા હતા ઓર્ગન ડોનેશન
author img

By

Published : Aug 16, 2020, 6:50 PM IST

અમદાવાદઃ ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે વિશ્વમાં બીજો નંબર ધરાવે છે, પરંતુ તેમાંના 5 ટકા ટ્રાન્સપ્લાન્ટ જીવંત ગવર્નર મારફતે આપવામાં આવ્યાં હોય છે, એટલે તે પોતાના પરિવારમાંથી જ કોઈ વ્યક્તિ ઓર્ગન ડોનેટ કરે છે અને કેડેવર ડોનર માત્ર પાંચ ટકા જ હોય છે. દુનિયાભરમાં આનાથી વિપરીત ગુણોત્તર છે. ભારતમાં અંગદાનનો દર માત્ર 0.34 ટકા છે, જ્યારે પ્રગતિશીલ દેશોમાં આ પ્રમાણ 30 થી 40 ટકા છે.

કોરોના મહામારીના સમયમાં પણ ગુજરાતમાંથી જુલાઇ મહીનામાં 6 જેટલા થયા હતા ઓર્ગન ડોનેશન

ભારતમાં આ દર વધારીને 10 ટકા સુધી લઈ જઈએ તો પણ અંગની સંપૂર્ણ જરૂરિયાત હલ થઇ શકે તેમ નથી. આ વિશે વધુ વાત કરતા ડો ધીરેન શાહે જણાવ્યું હતું કે, અંગદાનને સૌથી મોટું અને શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે, જોકે હાલ કેટલાક લોકોને ઓર્ગન ડોનેટ તો કરવા હોય છે, પરંતુ તકલીફ એ પડી રહી છે કે, ડોનેટ કરવા માટે કોને કોન્ટેક્ટ કરવો અને તે વિશે કોને જાણ કરવી તેના અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

વધુમાં જણાવ્યું કે, જેવી રીતે સરકારે 104 અને 108 નંબરની વ્યવસ્થા લોકો માટે કરી છે, તેવી જ રીતે એક કોમન નંબર ઓર્ગન ડોનેશન માટે પણ રાખવો જોઈએ. જેથી લોકોને ઓર્ગન ડોનેટ કરવા માટેની જાગૃતિ મળે. મહત્વનું છે કે, છેલ્લા થોડા વર્ષોમાં અંગદાન ડોનેટ કરવાની સંખ્યા વધી છે. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2000માં 127 જેટલા ડોનર ભારતમાંથી નોંધાયા હતા. જ્યારે વર્ષ 2010માં આ સંખ્યા વધીને 200એ પહોંચી હતી, તેમજ વર્ષ 2018-19માં આ સંખ્યા ચાર હજાર સુધી પહોંચી હતી.

કોરોના મહામારીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ઓર્ગન ડોનેર કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી થઈ હતી, પરંતુ જુલાઈ મહીનાની વાત કરવામાં આવે તો 6 ઓર્ગન ડોનેટ ગુજરાતમાંથી થયાં હતા જે ખુબ જ ગર્વની વાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.