અમદાવાદઃ રિક્ષાચાલક વર્ગ તરફથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ખેમરાજ કોષ્ટિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેટલાક વર્ગના લોકોને સહાય મળવાપાત્ર હોય છે તેમ છતાં આપવામાં આવી નથી. તેલંગાણામાં આવી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રિક્ષાચાલકોને સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. જ્યારે કર્ણાટક સરકાર મહિને પાંચ હજાર રૂપિયાનું વળતર ચૂકવી રહી છે. રાજ્યમાં રિક્ષાચાલકોની સરેરાશ આવક 12 થી 15 હજારની છે. જોકે અત્યારે તેમાં 78 થી 81 જેટલો ઘટાડો જોવા મળ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને પ્રવાસી ન મળતાં સહાય મેળવવા HCમાં અરજી
રાજ્યમાં અનલૉક 1.0ની જાહેરાતના ત્રણ મહિના બાદ પણ રોજ કમાઈને ખાનાર રિક્ષાચાલક વર્ગને કોરોના ભયના કારણે પ્રવાસી ન મળતાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ આર્થિક સહાય કરે તેવી માગ સાથે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.