ETV Bharat / city

શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનાના સાક્ષી ભાવિન શાહ સાથે ETV BHARATની ખાસ વાતચીત - શ્રેય હોસ્પિટલ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલની ઘટનાએ સમગ્ર રાજ્યને કંપાવી નાંખ્યુ છે. આ ગોઝારી ઘટનાને લઈ મૃતક પરિવારોમાં આક્રંદ છવાયો છે. સંવેદનશીલની વાતો કરનારી સરકારમાં બેદરકારી જોવા મળતા અનેક લોકોમાં નિરાશા છવાઈ છે, ત્યારે બુધવારે મોડી રાત્રીએ લાગેલી આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી તેની ઓડિયો ક્લીપ ETV BHARAT પાસે આવી છે. ત્યારબાદ ETV BHARATની ટીમ દ્વારા ફોન કરનારા વ્યક્તિ સાથે EXCLUSIEVE વાતચીત કરવામાં આવી છે.

ETV BHARAT
શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનાના સાક્ષી ભાવિન શાહ સાથે ETV BHARATની ખાસ વાતચીત
author img

By

Published : Aug 6, 2020, 7:21 PM IST

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલની ઘટનાએ સમગ્ર રાજ્યને કંપાવી નાંખ્યુ છે. આ ગોઝારી ઘટનાને લઈ મૃતક પરિવારોમાં આક્રંદ છવાયો છે. સંવેદનશીલની વાતો કરનારી સરકારમાં બેદરકારી જોવા મળતા અનેક લોકોમાં નિરાશા છવાઈ છે, ત્યારે બુધવારે મોડી રાત્રીએ લાગેલી આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી તેની ઓડિયો ક્લીપ ETV BHARAT પાસે આવી છે. ત્યારબાદ ETV BHARATની ટીમ દ્વારા ફોન કરનારા વ્યક્તિ સાથે EXCLUSIEVE વાતચીત કરવામાં આવી છે.

શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનાના સાક્ષી ભાવિન શાહ સાથે ETV BHARATની ખાસ વાતચીત

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની ઓડિયો ક્લીપ ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહ પાસે આવી છે. જેમાં સ્પષ્ટ સંભળાય રહ્યું છે કે, ફોન કરનારો વ્યક્તિ સતત આગ લાગવા અંગે કહી રહ્યો છે. આ વાતચીત દરમિયાન અમને બચાઓ અમે મરી જઈશું, જલ્દી ફાયર બ્રિગેડને મોકલો વગેરે જેવા અવાજો સંભળાય રહ્યા છે. આ દર્દનાક ઘટનાની ઓડિયો ક્લીપ સાંભળી કદાજ 2 મિનિટ માટે આપણા રુવાંટા પણ ઉભા થઈ જાય.

ETV BHARAT
ભાવિન શાહ

ફોન કરનારા ભાવિન શાહે સાથે જ્યારે ETV BHARATની ટીમે વાત કરી, ત્યારે તેમને જણાવ્યું કે મારી નજર સમક્ષ ચીસાચીસ થતી હતી. આગના ગોટા વચ્ચે એક યુવાન સળગતો હતો. કદાચ તે વ્યક્તિએ PPE કીટ પહેરેલી હતી. જેના કારણે તે આગથી સળગેલી હાલમાં નીચે ઉતરી ભાગ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, ચારેય બાજૂ ભયાનક માહોલ હતો. આગના ધૂમાડા અને અંધારામાંથી ધાબળો ઓઢીને અમે હેમ-ખેમ બહાર નીકળી શક્યા. બહાર નીકળતા સમયે હું લિફ્ટના દરવાજા સાથે પણ અથડાયો હતો.

અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાંથી બચી ગયેલા કોરોના દર્દી ભાવિન શાહને હાલ SVP હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.