ETV Bharat / city

અમદાવાદના વિખ્યાત મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથે કોરોના મુદ્દે ETV ભારતની ખાસ વાતચીત - ETV bharat's exclusive interview with Prashant Bhimani

કોરોના વાઇરસ મહામારીએ સમગ્ર વિશ્વના લોકોની જીવન પદ્ધતિ બદલી નાખી છે. આ વાઇરસ જેટલો શારીરિક રીતે નુકસાન કરી રહ્યો છે એટલું જ નુકસાન લોકોને માનસિક રીતે પણ કરી રહ્યો છે. ત્યારે આ વાઇરસથી પોતાને કેવી રીતે બચાવવા અને માનસિક સ્વસ્થ્યતા કેવી રીતે કેળવવી તેની જાણકારી મેળવવા ETV ભારતે અમદાવાદ અને ગુજરાતમાં પ્રખ્યાત સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સાથે વાતચીત કરી હતી.

ETV bharat's exclusive interview with Prashant Bhimani
અમદાવાદના વિખ્યાત મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથે ઈ. ટી.વી ભારતની ખાસ વાતચીત
author img

By

Published : May 18, 2020, 7:28 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસ મહામારીએ સમગ્ર વિશ્વના લોકોની જીવન પદ્ધતિ બદલી નાખી છે. આ વાઇરસ જેટલો શારીરિક રીતે નુકસાન કરી રહ્યો છે એટલું જ નુકસાન લોકોને માનસિક રીતે પણ કરી રહ્યો છે. ત્યારે આ વાઇરસથી પોતાને કેવી રીતે બચાવવા અને માનસિક સ્વસ્થ્યતા કેવી રીતે કેળવવી તેની જાણકારી મેળવવા ETV ભારતે અમદાવાદ અને ગુજરાતમાં પ્રખ્યાત સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સાથે વાતચીત કરી હતી.

અમદાવાદના વિખ્યાત મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથે ઈ. ટી.વી ભારતની ખાસ વાતચીત

સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર સતત એવા લોકોના પણ ફોન આવે છે કે, જેઓ એવા ભયથી પીડાઈ રહ્યા છે કે ક્યાંક તેમને કોરોના વાઇરસ થઈ ગયો તો શુ થશે ? તેમના પરિવારનું શું થશે ? તેમના સંબંધીઓને કોરોના વાઇરસ થઈ ગયો તો તેમનું શુ થશે ? તો કેટલાક લોકોએ તો આ વાઇરસના ભયથી આત્મહત્યા કરવા સુધીના પગલાં ભર્યા છે. ત્યારે સારું જીવન જીવવા શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ જરૂરી છે. 17 મે ના દિવસે 'વર્લ્ડ હાઇપર ટેન્શન ડે' ઉજવાયો. એકલા ભારતમાં જ આશરે અઢી કરોડ જેટલા લોકો હાઈપર ટેન્શનથી પીડાય છે. હાઇપર ટેંશન એટલે સામાન્ય રીતે બ્લડ પ્રેશર. પરંતુ તેનું એક મુખ્ય કારણ અતિ ચિંતા જનક પણ છે અને સાથે સાથે લોકોની ખાણી-પીણીની આદતો ઉપર તે વધુ આધાર રાખે છે. કોરોના વાઇરસના કારણે જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી 75-76% લોકો કો-મોર્બીડીટી ધરાવતા હતા એટલે કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા જ પણ સાથે સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓથી પણ પીડિત હતા. આ વાઇરસથી મૃત્યુ પામનારનો રેશિયો 5 % જ છે એટલે કે 95% લોકોએ પોતાના શરીરના ઇમ્યુનિટી પાવરથી જ આ વાયરસને પરાસ્ત કર્યો છે. પરંતુ તેમ છતા અત્યારે આ વાઇરસને લઈને લોકોમાં ટેન્શન અને સ્ટ્રેસ જોવા મળે છે.

ETV ભારત સાથેની વાતચીતમાં સીનીયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાણીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ સ્વસ્થ રહેવા માટે હેલ્થી લાઈફ-સ્ટાઈલ અપનાવી જોઇએ. જેમાં દરરોજ સવારે ઊઠીને યોગા, પ્રાણાયામ, મેડિટેશન અને હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. ખોરાકમાં વધુ પડતું મીઠું ન લેવું, જેથી કિડનીની બીમારીને રોકી શકાય. પ્રોટીન, આર્યન, વિટામિન-C યુક્ત ખોરાક લેવો જોઈએ. આમળા, લીંબુ, સૂંઠ, તુલસી,આદુ વગેરે ઘરેલું ઔષધીઓનો ખોરાકનો ઉપયોગ વધારવો જોઇએ.'ગોલ્ડન મિલ્ક'એટલે કે હળદર વાળા દૂધનું સેવન કરવું જોઇર. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

વધુમાં જણાવ્યું કે ખાસ કરીને લોકડાઉનમાં સતત ઘરે રહેતા લોકોમાં સ્ટ્રેસના કારણે બાળકો અને પતિ-પત્નીમાં ઝઘડોઓ થતા હોય છે, જેથી ઘરેલુ હિંસાના કેસો પણ વધ્યા છે. પરંતુ આ સમયગાળો પણ વીતી જશે. ત્યારે ભવિષ્યમાં આપણે નવી શરૂઆત કેવી રીતે કરવી જોઇએ તે વિશે વિચારવું જોઈએ. આર્થિક સંકડામણ ન અનુભવવી પડે તે માટે ઇકોનોમિક મેનેજમેન્ટ કરતા પણ શીખવું જોઈએ. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિનું બ્લડપ્રેશર 120 થી 80ની વચ્ચે હોય છે. તેથી તમને કોઈપણ શારીરિક કે માનસિક તકલીફ જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તે માટે શરમ અને સંકોચનો ત્યાગ કરવો જોઈએ. જીવનમાં નિત્ય ક્રમ પ્રમાણે આપણે જે પહેલા કામગીરી કરતા આવ્યા છે, તે જ પ્રમાણે અત્યારે લોકડાઉનમાં ઘરમાં રહીને આપણે કરવી જોઈએ. બીજી એક વાત જે આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ છે તેમના ધ્યાનમાં આવી છે કે, લોકો ડોક્ટરની સલાહ લીધા વગર દવાઓ લઈ રહ્યા છે, જે ખૂબ જ જોખમી છે તેની સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. તેથી ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

ઘરમાં સુમેળ ભર્યું વાતાવરણ બની રહે અને સગા-સંબંધીઓ સાથે વાત થતી રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સૂચનો અમલમાં મૂકવા જોઈએ.

પ્રશાંત ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડમાં જવાનું ટાળવુ જોઈએ. તેમજ કોરોના વાઇરસના આ સંક્રમણ કાળમાં પર્સનલ હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું. માસ્ક પહેરવું, સાબુ અને સેનિટાઈઝર વડે હાથ સાફ કરવા. બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. રાત્રે સારી ઊંઘ આવે તે માટે રાત્રે ઊંઘતા પહેલા સ્નાનનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપાયો દ્વારા શરીર અને માનસ બંનેને સ્વસ્થ રાખી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.