અમદાવાદઃ 2020ના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે સમગ્ર રાજ્યમાંથી 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના અંધજન મંડળ કેમ્પસમાં સેકન્ડરી સ્કૂલ ફોર લાઈનમાં ગત 32 વર્ષથી સેવા આપવનારા એક શિક્ષિકા સુધા જોશીની પસંદગી કરવામાં આવી છે. જેથી ETV BHARATએ શિક્ષિકા સુઘી જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
ETV BHARAT સાથેની વાતચીતમાં સુધા જોશીએ જણાવ્યું કે, 1987થી તે અંધજન મંડળ સાથે સંકળાયેલા છે. જેમાં તે પ્રજ્ઞાચક્ષુ બાળકોને અભ્યાસ કરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજ્ઞાચક્ષુ બાળકોને જેટલું સુધા જોશી શીખવાડે છે, તેટલું જ તે આ બાળકો પાસેથી પણ શીખે છે.
વધુમાં સુધી જોશીએ પોતાને મળનારા એવોર્ડની ખૂશી વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમને એવોર્ડ મળવાની તેમની ખૂશી કરતાં પ્રજ્ઞાચક્ષુ બાળકોની ખૂશી વધુ છે અને એક શિક્ષકની સાચી ખૂશી પોતાના વિદ્યાર્થીઓને ખૂશ જોઈને જ થાય છે.