ETV Bharat / city

ઉત્તરાયણના તહેવાર માટે 108ની ટીમ સજ્જ - 108ની ટીમ દ્વારા એનાલિસીસ

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે, ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3100થી વધુ ઇમરજન્સી કેસ આવવાની શક્યતા છે ત્યારે રાજ્યભરમાં 108ની ટિમ એલર્ટ થઇ ગઈ છે.

ઉત્તરાયણના તહેવાર માટે 108ની ટીમ સજ્જ
ઉત્તરાયણના તહેવાર માટે 108ની ટીમ સજ્જ
author img

By

Published : Jan 8, 2021, 4:38 PM IST

Updated : Jan 8, 2021, 5:04 PM IST

  • ઉત્તરાયણને લઈ 108નો એક્શન પ્લાન
  • દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 રહશે તૈનાત
  • ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો

અમદાવાદઃ ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. બજારમાં લોકો અવનવા પતંગ અને દોરી ખરીદતા નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50 ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 24 ટકા અને 15મી જાન્યુઆરીએ 16 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.

કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયું

આ દિવસોમાં સવારે 08 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે, તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ છે.

આ વખતે ઉત્તરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોધાવાની શક્યતાઓ

108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 3137 જેટલા કોલ્સ જ્યારે 15મીએ 2946 વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. જેમાં ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારા-મારીના રોજના 50 કેસ આવે છે. 14-જાન્યુઆરીએ મારા-મારીના કોલ વધવાની શક્યતાઓ છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરાઇ દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે.

વર્ષ પ્રમાણે આંકડા જોઈએ

  • વર્ષ 2017- નોર્મલ કોલ - 2802 , ઉત્તરાયણ ઉપર - 3190 અને વાસી ઉત્તરાયણ 3007
  • વર્ષ 2018- નોર્મલ કોલ - 2859 , ઉત્તરાયણ ઉપર - 3527 અને વાસી ઉત્તરાયણ 3596
  • વર્ષ 2019- નોર્મલ કોલ - 2984, ઉત્તરાયણ ઉપર - 3467 અને વાસી ઉત્તરાયણ 3478
  • વર્ષ 2020- નોર્મલ કોલ - 3302 , ઉત્તરાયણ ઉપર - 3953 અને વાસીઉત્તરાયણ 3998

પક્ષીઓ માટે શરૂ કરાયું કરુણા અભિયાન

11 થી 17 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 41 જેટલાં NGO જોડાતા હોય છે. દર વર્ષે 1500 જેટલા કોલ પક્ષીઓ માટે આવતા હોય છે. ત્યારે આ કેસને જોતા 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. જેઓ યુધ્ધના ધોરણ પક્ષી બચાવમાં કાર્ય કરશે. ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે.

અમદાવાદમાં 700થી 800 કેસ આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા

અમદાવાદ શહેરમાં 752 અને 800 કેસ આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે. પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.

Last Updated : Jan 8, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.