ETV Bharat / city

રાજ્યસભાની ચૂંટણી 19 જૂને જાહેર કરી છે તેને હું આવકારું છુંઃ ભરત પંડ્યા - કોંગ્રેસ

કોરોના વાઇરસના સંક્રમણ દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલતી હતી. પરંતુ કોરોના વાઇરસના કારણે ચૂંટણી મોકૂફ રહી હતી. હવે જ્યારે વિધિવત રીતે લોકડાઉનને હટાવવામાં આવી રહ્યું છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા પણ ગુજરાતની 4 બેઠકો પર 19મી જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યસભાની ચૂંટણી 19 જૂને જાહેર કરી છે,તેને હું આવકારું છુંઃ ભરત પંડ્યા

author img

By

Published : Jun 1, 2020, 9:00 PM IST

અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની ભયંકર સ્થિતિને પહોંચી વળવા અને ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો દ્વારા લૉકડાઉન રાખવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી જનજીવન અને કામકાજ બંધ રહ્યાં હતાં, તે દરમિયાન રાજ્યસભાની દેશની ૧૮ બેઠકોની ચૂંટણી પણ મોકૂફ રહી હતી. હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. તમામ રાજ્યોમાં રોજગાર જનજીવન વાહન વ્યવહાર પૂર્ણ રીતે ચાલુ થયાં છે ત્યારે ચૂંટણી પંચે મોકૂફ રાખેલ રાજ્યસભાની ચૂંટણી ૧૯ જૂને જાહેર કરી છે તેને તેઓ આવકારે છે.

રાજ્યસભાની ચૂંટણી 19 જૂને જાહેર કરી છે,તેને હું આવકારું છુંઃ ભરત પંડ્યા
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી છે. કોંગ્રેસે બે ઉમેદવાર ઉભા રાખ્યાં છે, ભાજપે ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યાં છે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો અમને વિશ્વાસ છે. કોંગ્રેસમાં નેતૃત્વ સામેનો આક્રોશ, ઉમેદવાર પસંદગીનો વિરોધ, અંદરોઅંદરની જૂથબંધીને કારણે કોંગ્રેસ તેની એક બેઠક ગુમાવશે તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.