- સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ કરી આત્મહત્યા
- જાણીતા સાહિત્યકાર, અધ્યાપક અને ભાષાપંડિત યોગેન્દ્ર વ્યાસ કરી આત્મહત્યા
- સેટેલાઈટ પોલીસે પ્રાથમિક તબ્બકે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ- સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. મૃતક ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે, પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એક સાથે આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે.
પોલીસને તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી
જો કે, ઘટનાની જાણ પોલીસને થતા સેટેલાઇટ પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસની વાત માનીએ તો સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે બન્ને જણા છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બન્ને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે.
યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનવર્સિટીમાં પ્રોફેસર હતા
પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજના બેન હાઉસ વાઈફ હતા.
આત્મહત્યા એ કોઈ પણ મુશ્કેલીનો અંત નથી
ચોંકાવનારી વાત એ છે કે, મૃતક સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોકટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યા છે. ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્માહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે, આત્મહત્યા એ કોઈ પણ મુશ્કેલીનો અંત નથી.
આ પણ વાંચો- પુત્રની પાછળ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો