અમદાવાદ RTEમાં એડમિશન લીધા બાદ સ્કૂલ દ્વારા હેરાનગતિ થતી હોવાની અનેક ફરિયાદો આવી રહી છે. ત્યારે વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં ધોરણ 3ના વિદ્યાર્થી સાથે ભેદભાવ થતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. બાળકને ચાલુ વર્ગે પેશાબ કરવા જવા દેવામાં આવતો નથી તથા બાળકને લેશન ડાયરી પણ આપવામાં આવી ન હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો નસવાડી તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 8 વોર્ડનને છૂટા કરાતાં વિદ્યાર્થીનીઓએ મચાવ્યો હોબાળો
બાળકના પિતા દ્વારા આક્ષેપ વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં RTE હેઠળ એડમિશન લઈને ભણી રહેલા ધોરણ 3ના વિદ્યાર્થી સાથે ભેદભવ થતો હોવાનો બાળકના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાલીએ સ્કૂલના આચાર્યને આ બાબતે લેખિતમાં અરજી પણ આપી છે અને જણાવ્યું છે કે તેમનો બાળક બીમાર નથી. પેશાબ કરવા જવું હોય તો તે રોકી શકતો નથી છતાં ટીચર દ્વારા તેને પેશાબ કરવા જવા દેવામાં આવતો નથી .RTE માં એડમિશન લીધું હોવાથી તેની સાથે આ પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે.કોઈ તકલીફ હોય તો મારા બાળકને હેરાન કર્યા વિના મને જણાવવા વિનંતી. જોકે આ અરજીનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચો શિક્ષણ વિભાગના આદેશ પછી પણ પ્રકાશનો અને ખાનગી શાળાઓની દાદાગીરી યથાવત્, આ રીતે થઈ રહી છે લૂંટ
એક હજાર રૂપિયા માંગ્યા હતાં જે ન આપ્યા તથા સ્કૂલ સાથે વિવાદ થયો વાલીનું કહેવું છે કે અગાઉ સ્કૂલે એક હજાર રૂપિયા માંગ્યા હતાં જે ન આપ્યા તથા સ્કૂલ સાથે વિવાદ થયો હતો. જેથી સ્કૂલ તે બાબતનો મારા દીકરા પર ગુસ્સો ઉતારી રહી હોય તેવું લાગે છે. મેં રૂબરૂ જઈને રજૂઆત કરી અને અરજી પણ લખીને આપી પરંતુ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. એકલવ્ય સ્કૂલે RTE માં એડમિશન હોવાથી લેશન ડાયરી પણ આપી નથી. ડાયરી લેવી હોય તો એક હજાર રૂપિયા આપવા પડશે તેવું કહેવામાં આવે છે. Eklavya School Student Not Allowed To Urinate Admission In RTE Parent Allegation on School Management Eklavya School Vastral Ahmedabad