અમદાવાદ : ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના (Amit Shah visit Gujarat) પ્રવાસે છે. ત્યારે બાવળા તાલુકાના રાજોડા ગામ ખાતે આદર્શ સહકારી ગામનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે ગુજરાતના અન્ય 5 આદર્શ ગામનો શુભારંભ (Launch of Adarsh Village) વર્ચ્યુઅલી તેમણે લર્યો હતો.ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આજ આપણા પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આદર્શ ગામ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેના માટે દેશના સહકાર પ્રધાન તરીકે GSC નો આભાર માન્યો હતો.
"આદર્શ ગામ બનાવવું એક હાથે શક્ય નથી" - વધુમાં જણાવ્યું હતું કે આદર્શ ગામ બનાવ્યું એ એક હાથે શક્ય નથી. તેમાં બધાનો ફાળો હોવા ખૂબ જ જરૂરી છે. ત્યારે એક સાથે 6 આદર્શ ગામનો શુભારંભ (Adarsh Gram Yojana) થવા જઇ રહ્યો છે. આ ગામના વિકાસ માટે રાજ્ય સહકારી સેકટર, કો- ઓપરેટીવ સેક્ટર,APMC, સાથે મળી આદર્શ ગામનો વિકાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : એશિયાનું સૌથી ધનિક ગામ 'હિવરે બજાર', જાણો શું છે ખાસ...
ગુજરાત એક સાથે 6 આદર્શ ગામનો શુભારંભ - ગૃહપ્રધાનના હસ્તે ગુજરાતના 6 આદર્શ ગામનો શુભારંભ (Adarsh Gram inaugurated by Amit Shah) કરવામાં આવ્યો હતો. જેમાં મોટી આદરજ, ઇસનપુર મોટા, રેઠલ, અડોદરા, દાહોદનું પીપોરા, કોલીકાઠને આદર્શ ગામ તરીકેનો શુભારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચો : તાપીનું આદર્શ ગામ- ગ્રામજનોની જાગૃતિના કારણે તાપીનું બુહારી ગામ કોરોના મુકત
કો -ઓપરેટીવ સેક્ટરનો ફાળો - કો - ઓપરેટીવ સેક્ટરનો ફાળો ખૂબ જ છે. કૃષિમાં 25 ટકા, ખાતર વિતરણમાં 31 ટકા, ખાતર ઉત્પાદન 25 ટકા, ખાંડનું ઉત્પાદન 31 ટકા, દૂધનું ઉત્પાદન 40 ટકાથી વધુ, ઘઉંની ખરીદી 13 ટકાથી વધુ, ચોખની ખરીદી 20 ટકા જેવામાં ખૂબ મહત્વનો ફાળો છે. સરકાર આગામી સમયમાં સહકાર નીતિ બનાવીને કો-ઓપરેટીવ સેકટરને વધુ આગળ લઈ જવામાં મદદ કરશે.