ETV Bharat / city

દિવાળી વેકેશન પહેલા રેલવેએ કર્યું મહત્વનું કામ, ભારે વેટિંગને લઈને શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેનો - Railways started special trains before Diwali

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ રેલવે દ્વારા વધારાના એડિશનલ કોચ ( special trains before Diwali vacation) લગાવવામાં આવ્યા છે.જેમાં અમદાવાદ-પટના અને જબલપુર ચાલતી ટ્રેનમાં વધારાના કોચ (Railways started special trains before Diwali) લગાવવામાં આવ્યા છે. આ સાથે રેલવે સ્ટેશન પર મુકવા આવનાર વધારે ઘસારો ન થાય તે લઈને આગામી સમય પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવી શકે છે.

દિવાળી વેકેશન પહેલા રેલવે કર્યું મહત્વનું કામ, ભારે વેટિંગને લઈને શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેનો

author img

By

Published : Oct 17, 2022, 6:53 PM IST

અમદાવાદ દિવાળીનો તહેવારની શરૂઆત થતા જ રેલવેમાં ઉત્તર ભારત બાજુ જતી ટ્રેનમાં (North India side train in Railways) વેટિંગ લિસ્ટમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ અમદાવાદ રેલવે દ્વારા કુલ 18 જેટલા એડિશન કોચ લગાવવામાં (Ahmedabad Railway Addition coaches available) આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લોકો બહાર પ્રવાસે જઈ શક્યા નહોતા, પરંતુ આ વખતે અત્યારથી રેલવેમાં ભારે વેટિંગ લિસ્ટ (Heavy waiting list in railways) જોવા મળી રહ્યું છે.

દિવાળીનો તહેવારની શરૂઆતમાં જ રેલવેમાં ભારે વેટિંગ લિસ્ટને કારણે સ્પેશિયલ ટ્રેનો અને એડિશનલ કોચની વધારવામાં આવશે

શહેર માટે 5 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે રેલવે વિભાગના PRO (Railway Public Relation Officer) જિતેન્દ્ર જયતે ETV Bharat સાથેની વાત કરતા જણાવ્યું હતું કે દિવાળી વેકેશન પર મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી આ વર્ષે દિવાળીમાં સ્પેશિયલ ટ્રેનો (Special train in Diwali) દોડાવવામાં આવશે. પેસેન્જરોને હાલાકી ન પડે તે માટે આ નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. દિવાળી વેકેશન દરમિયાન 18 કોચમાં એડિશનલ કોચની વિશેષ વ્યવસ્થા રેલવે દ્વારા કરાઈ છે. અમદાવાદથી વિશેષ 5 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદથી પટના,અમદાવાદથી જબલપુર સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમ જેમ પેસેન્જરોની માંગ હશે. જરૂરિયાત મુજબ વિશેષ ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

ઉત્તર ભારતની ટ્રેનમાં ભારે વેટિંગ દિવાળી વેકેશનની શરૂઆત થાય તે પહેલાં જ અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનમાં લાંબુ લિસ્ટ જોવા મળી રહ્યું છે. 20થી 25 ઓક્ટોબર સુધી અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનમાં 200થી વધુનું વેટિંગ ચાલી રહ્યું છે. જેમાં ખાસ કરીને આશ્રમ એક્સપ્રેસ 200થી વધુ વેટિંગ, યોગા એક્સપ્રેસમાં 190થી વધુ વેટિંગ, ગોરખપુર એક્સપ્રેસમાં 300થી વધુનું વેટિંગ ચાલી રહ્યું છે. જ્યારે શાંતિ એક્સપ્રેસ વેટિંગ ફૂલ થઈ જતા બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.

30 વધારાની ટ્રીપ ચલાવવામાં આવશે દિવાળીમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને 4 નવી સ્પેશિયલ ટ્રેનો ચાલવામાં આવશે.જેને ધ્યાનમાં રાખી નવી 4 ટ્રેનો 30 જેટલી વધારાની ટ્રીપ મારશે. જેમાં બાંદ્રા - ભાવનગર, બાંદ્રા - ગાંધીધામ, બાંદ્રા - ભગત કી કોઠી અને વડોદરા - હરિદ્વાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં બાંદ્રા - ભાવનગર 10 ટ્રીપ, બાંદ્રા -ગાંધીધામ 8 ટ્રીપ, બાંદ્રા - ભગત કી કોઠી 4 ટ્રીપ અને વડોદરા - હરિદ્વાર 8 ટ્રીપ અમે કુલ મળીને 30 ટ્રીપ મારવામાં આવશે.

પ્લેટફોર્મ ટિકિટ દર વધારો થઈ શકે છે અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજના અંદાજે 1 લાખથી વધારે મુસાફરો મુસાફરી કરે છે. જેની સંખ્યા દિવાળી વેકેશનમાં આ સંખ્યામાં વધારો થઈને 1 લાખને 30 હજાર સુધી પહોંચી શકે છે.જેમાં મુસાફરોને મુકવા આવનાર લોકોનો પણ ભારે ઘસારો જોવા મળતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્લેટફોર્મ ટિકિના દરમાં વધારો કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.