અમદાવાદ: કોરોના મહામારીમાં એવો એક પણ ધંધો નથી જેને અસર પહોંચી ન હોય. પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસની સૌથી વધારે હાલાકી ભોગવવાનો સામનો હાલ કરવો પડી રહ્યો છે. કારણ કે સરકાર તરફથી હોટેલ અને રેસ્ટોરન્ટ ફરી ચાલુ કરવાના આદેશ અપાયાં છે, પરંતુ સાફ ન હોવાને કારણે અડધાથી વધારે રેસ્ટોરન્ટ ઓપન થઇ શકે નથી. જે લોકો શ્રમિકો હતાં તે લોકો હવે દીવાળી સુધી પાછા આવે તેવી કોઈ જ આશા નથી. જે લોકો રાજસ્થાનથી આવતાં હતાં તે લોકો માટે પણ હવે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે કોરોનાના વધતા કેસને લઇને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
કોરોનાના ડરને પગલે હાલ 10 ટકા લોકો જ પસંદ કરી રહ્યાં છે રેસ્ટોરન્ટનું ભોજન - Corona loss
અનલોક-1ના બીજા ચરણમાં એટલે કે 8 જૂનથી મોલ હોટેલ અને રેસ્ટોરન્ટ ફરી એક વખત શરૂ થયાં છે. ત્યારે ગુજરાતભરમાં 75 દિવસથી બંધ રહેલ રેસ્ટોરન્ટ પણ શરૂ થયાં હતાં. જેમાં ટેબલ કેપેસિટીનો માત્ર ૩૦થી ૫૦ ટકાનો જ ઉપયોગ થવાનો શરૂ થયો હતો. વાઈરસ ન ફેલાય તે માટે સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી. પરંતુ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે અને તે પ્રમાણે શ્રમિકો તેમના વતન પાછા જતા રહ્યાં છે તે પ્રમાણે હાલ ૭૦થી ૭૫ ટકા જેટલું નુકસાન હોટેલ અને રેસ્ટોરન્ટ ધંધામાં થયું છે.