ETV Bharat / city

Drugs Smuggling In Gujarat Coast: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ હેવન છે?

કચ્છના જખૌમાંથી 280 કરોડ રૂપિયાનું 56 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. ભારતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ગુજરાતમાં ડ્રગ્સ (Drugs Smuggling In Gujarat Coast) ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શું દુશ્મન દેશ માટે ગુજરાતનો દરિયો ડ્રગ્સના કાળા કારોબાર માટેનો કોરિડોર બની ગયો છે? વાંચો Etv Bharatનો ભારતનો વિશેષ અહેવાલ

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ હેવન છે?

author img

By

Published : Apr 25, 2022, 8:12 PM IST

અમદાવાદ: ગુજરાત 1600 કિલોમીટર લાંબો સમૃદ્ધ દરિયાકાંઠો (Drugs Smuggling In Gujarat Coast) ધરાવે છે. હાલમાં આતંકવાદી પ્રવૃતિ ધરાવતા દેશ પાકિસ્તાન (Drugs Smuggling By Pakistan) અને અફઘાનિસ્તાન ભારતમાં ડ્રગ્સ (Drugs Smuggling In India) ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે.

2 વર્ષમાં 6 હજાર કરતા વધુ કિલો ડ્રગ્સ ઝડપાયું- ગુજરાતના કચ્છ, પોરબંદર અને દ્વારકા બંદર (dwarka port gujarat)ના વિસ્તારમાં ગુજરાત ATS, BSF અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (indian coast guard porbandar)ના સતત પેટ્રોલિંગને કારણે દુશ્મન દેશનો મનસૂબો પાર પડતો નથી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ (Drug Mafias In Pakistan) ગુજરાતમાં કચ્છથી લઈને ગુજરાતના દરિયાકાંઠા (Coast of Gujarat)નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તેનું સીધુ કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવે છે. છેલ્લા 2 વર્ષમાં 6000 કિલો કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્ન ગુજરાતની પોલીસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યા છે. આ તમામ ડ્રગ્સ દરિયાકાંઠે જ પકડાઈ ગયું છે.

છેલ્લા 2 વર્ષમાં 6000 કિલો કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્ન.

આ પણ વાંચો: NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો

યુવાનોની જિંદગી બરબાદ કરવાનો કારસો- ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર ડ્રગ્સ ઘૂસાડવા માટેનો સૌથી સરળ રસ્તો હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યું છે, પણ સતર્ક એજન્સીઓએ આ ઈરાદાને પાર પાડવા દીધો નથી. ગુજરાત અને ભારતની યુવા પેઢીને બરબાદ કરવા માટેનો આ પ્રયાસ છે. દુશ્મન દેશ ભારતને સીધી રીતે જીતી શકે કે હૂમલો કરી શકે તેમ નથી, આથી આ રીતે ડ્રગ્સ ઘુસાડીને દેશને નબળો પાડવાની કોશિષ થઈ રહી છે.

ગુજરાત પોલીસ કામ કરી રહી છે- ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં જ કહ્યું હતું કે, "મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર આ કામ કરી નથી રહી. ગુજરાત સરકારની પોલીસ ડ્રગ્સ માફિયાને પકડી રહી છે, ત્યારે સવાલો થઈ રહ્યા છે. ડ્રગ્સ પકડાય તે સારી વાત છે કે ખરાબ વાત છે તે નક્કી કરો. 2022માં મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે આ બાબતે કામ કર્યું હોત, તો હાલ ગુજરાત પોલીસને આ કામ ન કરવું પડ્યું હોત."

બંદરોનું ખાનગીકરણ ડ્રગ્સ સ્મગલીંગમાં વધારો થવાનું કારણ?

આ પણ વાંચો: Cannabis seized from Surat: સાયણથી ઝડપાયો 600 કિલો ગાંજો, ગૃહપ્રધાને આપ્યાં અભિનંદન

ખાનગીકરણ અને દાણચારોને કોઈ સંબધ નથી- લોકસભામાં કોંગ્રેસના સાસંદે ગૃહમાં કહ્યું હતું કે, બંદરોના ખાનગીકરણ (privatization of ports in india)ને કારણે ડ્રગ્સની દાણચોરીમાં વધારો થયો છે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે એરપોર્ટ, બંદરના ખાનગીકરણ અને મોટાપાયે ડ્રગ્સની દાણચોરી વચ્ચે કોઈ સંબધ નથી.

હર્ષ સંઘવીનું ટ્વીટ- ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે, 'આ પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ(ATS), કોસ્ટ ગાર્ડ, NCBની દરિયાઈ સ્ટ્રાઈક છે. જેટલા મોકલશો તેટલા પકડીશું. વેલકમ ટુ ગુજરાત જેલ, પુરી જિંદગી ગુજારો કાલ કોઠરીમાં.'

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ડ્રગ્સ માફિયાઓને આપી ચેતવણી.

અર્જુન મોઠવાડિયાનું ટ્વીટ- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું છે કે, 'ભાજપ સરકારે કચ્છને ડ્રગ્સનું હબ બનાવી દીધું છે. છેલ્લા એક વર્ષમાં અબજોની કિંમતનું ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.