અમદાવાદ - અમદાવાદના શીલજ નજીકના સિંધુભવન રોડ પર આવેલા કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોની ડ્રગ્સ સહિત 9 લાખ 87ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે (MD Drugs Seized in Ahmedabad) ધરપકડ કરી છે. શીલજ નજીકના ‘બાપનો બગીચો’ તેમજ આસપાસના કાફેમાં ડ્રગ્સ સપ્લાય કરાતું હતું. આ ડ્રગ્સ પેડલરના ટાર્ગેટ પોશ વિસ્તારોના યુવક-યુવતીઓ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ પેડલરની સાથે મુંબઈના કનેક્શન હોવાનું પોલીસ તપાસ (Ahmedabad Crime News)કરી રહી છે.
યુવાધન ડ્રગ્સના અજગરી ભરડામાં - ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને તેમાં પણ હવે અમદાવાદમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી અને શક્તિસિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબથી ધરપકડ (MD Drugs Seized in Ahmedabad)કરી છે. ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ પણ વાંચોઃ અવળા રસ્તે ચઢી ગયેલું ભારતનું યુવાધન
બંધાણી ડ્રગ્સ લેવા જાય ત્યારે વજન કરીને આપતાં - આ ત્રણે ડ્રગ્સ પેડલરો એક ગ્રામ એમડી રૂ. 1500થી 1700ના ભાવથી મેળવી રૂ. 2000થી 2500ના ભાવથી છૂટક વેચાણ કરતા હતાં. તેમાં પણ શીલજના સિંધુભવન રોડ પર આવેલા બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતાં ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની પડીકી બનાવીને વેચાણ કરતા હતાં. આરોપી પાસેથી એક વજન કાંટો (Drug peddler arrested with Drugs in Ahmedabad )પણ મળી આવ્યો છે. જ્યારે તે સિટી બેઈઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતાં. પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતાં હતાં. આરોપીઓ પોલીસની પકડમાં ન આવે તેના માટે કારની સીટ નીચે છુપાવીને ડ્રગ્સ (MD Drugs Seized in Ahmedabad) રાખતા હતાં.
આ પણ વાંચોઃ Harsh Sanghvi Big Statement : હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પાનો ચડી જાય એવું શું કહ્યું?
યુવાનોને ટાર્ગેટ બનાવતા - ત્યારે કાર અને બૂલેટ મારફત પેડલર ડ્રગ્સ વેચતા (MD Drugs Seized in Ahmedabad) હતા અને આમ કાફે પર આવતા યુવાનોને ડ્રગ્સ પેડલરો સહેલાઇથી ટાર્ગેટ બનાવતા હતાં. એટલું જ નહીં, કાર અને બૂલેટ મારફતે પેડલરો ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. તપાસમાં આ બંને કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રામ ગ્રુપ મળી આવ્યું છે. ત્યારે તેનો ઉપયોગ ડ્રગ્સ બાબતે વાતચીત માટે થતો હતો કે કેમ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી છે.