અમદાવાદ :શિક્ષણ વિભાગમાં રજુ કરાયેલો NOC બોગ્સ હોવાથી DPS સ્કુલના ટોચના આધિકારીઓ મંજુલા શ્રોફ, હિતેન વંસત સહિત 3 આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે દ્વારા આગોતરા જામીન ફગાવતી દેતા પુજા શ્રોફ, હિતેન વંસત અને અનિતા દુઆ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટે ત્રણેય આરોપીઓ વિરૂધ 27મી જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો.
27મી જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફે સોંગદનામું રજુ ન કરાતા હાઈકોર્ટ દ્વારા રાહત લંબાવવામાં આવી છે. અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદ મિઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વિરૂધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા.
કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવવામાં આવેલી બોગ્સ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ. પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે.
શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગ્સ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ કરી હતી.