- પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂપિયા 1,080.58 કરોડ
- વધેલી/પૂર્ણ કરવાની કિંમત રૂપિયા 1,168.13 કરોડ
- બમણી લાઇનની કુલ લંબાઈ 111.20 કિમી છે.
અમદાવાદ: વડાપ્રધા નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂપિયા 1,080.58 કરોડ અને વધેલી/પૂર્ણ કરવાની કિંમત રૂપિયા 1,168.13 કરોડ હશે. આ લાઇનની બમણી કરવાની કુલ લંબાઈ 111.20 કિમી છે. આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ થશે. આ વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને રેલ વ્યવસ્થામાં ટ્રાફિક વધશે.
બ્રોડ લાઇન નાખવી જરૂરી
આ વિભાગ પર પ્રવર્તમાન નૂર ટ્રાફિક મુખ્યત્વે પેટ્રોલ, તેલ, કોલસો, સિમેન્ટ, ખાતર અને અનાજનો છે. માલનું ઉત્પાદન ખાનગી સાઈડિંગ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાંથી આવે છે. જે પ્રોજેક્ટ માર્ગ દ્વારા પરિવહન થાય છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એસ્સાર ઓઇલ અને ટાટા કેમિકલ્સ જેવા મોટા ઉદ્યોગો ભવિષ્યમાં માલસામાનની નોંધપાત્ર માત્રામાં વહન કરે તેવી અપેક્ષા છે. રાજકોટ-કાનાલુસ વચ્ચેની સિંગલ બ્રોડ લાઇન ખૂબ જ ગીચ બની ગઇ છે અને ઓપરેશનલ કામને સરળ બનાવવા માટે વધારાની સમાંતર બ્રોડ લાઇન નાખવી જરૂરી છે.
રાજકોટથી કાનાલુસ સુધી આ પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે
રાજકોટથી કાનાલુસ સુધી આ પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે. પેસેન્જર/મેલ એક્સપ્રેસ ટ્રેનોની 30 જોડી આ વિભાગ પર ચાલે છે અને જાળવણી બ્લોક સાથે હાલની લાઇન ક્ષમતાનો ઉપયોગ 157.5 ટકા સુધી છે. બમણું થયા પછી, માલગાડી અને પેસેન્જર ટ્રેન ટ્રાફિકના વિક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને રેલ સિસ્ટમમાં વધુ ટ્રેનો દોડવાની મંજૂરી મળશે. રાજકોટથી કાનાલુસ સુધી આ પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે.