ETV Bharat / city

રસીકરણના કામમાંથી મુક્ત કરો નહીં તો દર્દીઓની સારવાર નહીં કરીએ : SVP ડૉક્ટર્સ - આરટીઓ

અમદાવાદની SVP હોસ્પિટલમાં શુક્રવારના રોજ રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યાં છે. ગુરૂવારે પણ ડૉક્ટર્સે દર્દીઓની સારવાર બંધ કરી દીધી હતી. મહત્ત્વનું છે કે, જ્યાં સુધી રસીકરણના કામમાંથી તેમને મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી સારવાર શરૂ કરાશે નહીં તેમ ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રસીકરણના કામમાંથી મુક્ત કરો નહીં તો દર્દીઓની સારવાર નહીં કરીએઃ SVP ડોક્ટરો

author img

By

Published : Feb 13, 2021, 5:48 PM IST

  • SVP હોસ્પિટલના રેસિડન્ટ ડૉકટરની હડતાળ
  • વેક્સિનેશનની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગણી
  • માં કાર્ડની સેવા શરૂ ન કરાતાં ડૉકટર્સે વિરોધ કર્યો

અમદાવાદઃ પ્રથમ વર્ષના રેસિડન્ટ ડૉક્ટર્સ હવે હડતાળ પર ઊતર્યા હતા. આયુષ્યમાન કાર્ડ અને માં કાર્ડ સેવા શરૂ ન થતા હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ પોતાના કાર્યથી અડગા રહ્યા હતા. આ સાથે જ ડૉક્ટર્સે ફરિયાદ કરી છે કે, માં કાર્ડ સેવા બંધ હોવાથી દર્દીઓ ઓપરેશન માટે નથી, આવતા તેના લીધે તેમને પ્રેક્ટિકલ માટે શીખવા મળી રહ્યું ન હતું.

વેક્સિનેશનની કામગીરીમાંથી મુક્તિ આપવાની માગણી

સિનિયર ડૉક્ટર્સ વિવિધ જવાબદારી સોંપે છે

ડૉક્ટર્સ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, ગત એક વર્ષથી પોતાનો અભ્યાસ છોડીને તેમને કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાયા હતા. આ સાથે જ ડૉક્ટર્સ દ્વારા તેમને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે. મહત્ત્વનું છે કે, કોરોનાના વેક્સિનેશન માટેનું લક્ષ્ય પણ આપવામાં આવે છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા કોરોનાની વેક્સિન લેવા તબીબોને દબાણ પણ કરવામાં આવે છે. આ કામગીરી હજૂ કેટલો સમય ચાલશે, તે માટે સમયગાળો નક્કી નથી, ત્યારે ડૉક્ટર યુનિયન આગેવાનોના જણાવ્યા પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટરો અધિકારી સાથે મળીને રજૂઆત કરવામાં પણ આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.