ETV Bharat / city

રેમડેસીવીર ઇન્જેક્શન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...

ઝાયડસ હોસ્પિટલ દ્વારા રાહત ભાવે રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો દ્વારા લાઈનો લગાવવામાં આવી હતી. પરંતુ, ઝાયડસ હોસ્પિટલ પાસે માત્ર 700 ઇન્જેક્શન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનોને નિરાશ થઈને પાછા ફરવાનો વારો આવ્યો હતો.

રેમડેસીવીર ઇન્જેકશન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...
રેમડેસીવીર ઇન્જેકશન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...રેમડેસીવીર ઇન્જેકશન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...
author img

By

Published : Apr 12, 2021, 12:13 PM IST

Updated : Apr 12, 2021, 2:56 PM IST

  • હોસ્પિટલની બહાર આશરે 3 હજારથી પણ વધારે લોકો ઇન્જેક્શન લેવા માટે લાઇનમાં ઊભા
  • ઝાયડસ હોસ્પિટલ પાસે માત્ર ફક્ત 700 ઇન્જેક્શન હોવાથી ભારે ભીડ ઉમટી
  • કાળા બજારી વધતા ઇન્જેક્શનની ઘટ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે મોટી ઉંમરના લોકો સંક્રમણનું ભોગ બન્યા હોય તેવું બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણમાં હાલ રાજ્યના 4 મોટા શહેરોની તમામ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. તેવી પરિસ્થિતિ આવી ગઈ છે કે, દર્દીઓને સારવાર માટે હોસ્પિટલો પણ જગ્યા આપી શકતી નથી. તો બીજી તરફ, સારવાર માટે દવાઓ અને ઈન્જેકશનની પણ અછત સામે આવી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની ખાસ જરૂરિયાત હોય છે. પરંતુ, તમામ મેડિકલ સ્ટોર અને હોસ્પિટલોમાં ઇન્જેક્શનની અછતને લઇને દર્દીઓ અને દર્દીના પરિવારજનો હાલાકી ભોગવી રહ્યા છે.

રેમડેસીવીર ઇન્જેકશન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...

આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શનના નિકાસ પર ભારતે લાદ્યો પ્રતિબંધ

હોસ્પિટલ ખાતે વેચાણ બંધ રાખવામાં આવ્યું

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 6 વાગ્યાથી મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા હતા. ઝાયડસ કંપની દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે, રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને લઇને શનિવારે ઝાયડસ હોસ્પિટલ ખાતે વેચાણ બંધ રાખવામાં આવેલું છે. પરંતુ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની રજૂઆત બાદ રવિવારે ફરીથી ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું .

હોસ્પિટલ પાસે માત્ર ફક્ત 700 ઇન્જેક્શન

ઇન્જેક્શનની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો હોસ્પિટલની બહાર ઇન્જેક્શન લેવા માટે ઉમટી પડ્યા હતા. જેને લઈને તંત્ર દ્વારા કોઈપણ જાતનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને હોસ્પિટલ દ્વારા પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નહોતી. છેવટે વહેલી સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે ઉભા રહેલા લોકોને બપોરે 12 વાગ્યે પોલીસ વિભાગ દ્વારા સમજાવીને લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. કારણ કે, હોસ્પિટલ પાસે માત્ર ફક્ત 700 ઇન્જેક્શન જ હતા. આથી, હોસ્પિટલની બહાર આશરે 3 હજારથી પણ વધારે લોકો ઇન્જેક્શન લેવા માટે લાઇનમાં ઊભા હતા.

આ પણ વાંચો: ઝાયડ્સે રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ કર્યું બંધ, માંડવીયાએ કહ્યું: ફરીથી વેચાણ થશે શરૂ

રેમડેસિવિર ઇન્જેક્શન લેવા કયાં ડૉક્ટરની સલાહ લેવી ?

આ ઇન્જેક્શન લેવા માટે દર્દીઓને ખાસ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા દર્દીઓ ઇન્જેક્શન લેવા માટે નજીકના કે પછી ફેમેલીના કન્સલ્ટન્ટ ફિજીશીયન, પલ્મોનોલોજીસ્ટ, ઇન્ફેકશન સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરની ખાસ સલાહ લેવી જોઇએ. ત્યારબાદ જ ઇન્જેક્શનનો ડોઝ લેવો જોઇએ.

રેમડેસીવીર ઇન્જેક્શનથી શું આડઅસર થાય છે ?

આ ઇન્જેક્શન કોઇના દબાણમાં આવવાથી કે જાણકારી વગર લેવામાં આવે, તો વધારે નુકસાન કરી શકે છે. જો દર્દીને ઇન્જેક્શનની જરૂરિયાત ન હોય તો પણ લેવાંમાં આવે તો કિડની પર મોટી અસર થાય છે. રેમડેસીવીરએ એન્ટીવાયરલ ડ્રગ્સ છે. કેટલાક એવા સંજોગોમાં કિડની ફેઇલ પણ કરી શકે છે.

આ પણ વાંચો: વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું

રેમડેસીવીરની કાળાબજારી કેમ વધી ?

હાલમાં, હોમકેર માટે આવતા ડૉક્ટરો પણ રેમડેસીવીર ઇન્જેક્શનની સલાહ આપી રહ્યા છે. જે દર્દીને પ્રાથમિક કે બીજા સ્તરે કોરોનાનું સંક્રમણ હોય, તેવા દર્દીને જો રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે તો દર્દી સ્વસ્થ થઇ જાય છે. પરંતુ, તેમની કિ઼ડનીને પણ મોટી અસર થાય છે. આથી, આવા કિસ્સામાં દર્દીના પરિવારજનોને જાણકારી વગરના ડૉક્ટરો દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન લખી આપવામાં આવતા હોય છે. આમ, પરિવારના લોકો હોસ્પિટલોની બહાર ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઇનો લગાવે છે. આમ છતા પણ, ઇન્જેક્સન ન મળતા કાળા બજારમાંથી ખરીદી કરે છે. આથી, કાળાબજારીમાં ધંધામાં હોસ્પિટલનો સ્ટાફ જ સંકળાયેલો હોય છે.

ETV Bharatની દર્દીના પરિવારને અપીલ

જો તમારા પરિવારના લોકોમાંથી કોઈ પણ વ્યક્તિને કોરોનાની અસર થઇ છે. છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેવા સંજોગોમાં જો કન્સલ્ટન્ટ ફિજીશીયન, પલ્મોનોલોજીસ્ટ, ઇન્ફેકશન સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર તમને તમામ રિપોર્ટ બાદ સલાહ આપે કે રેમડેસીવીર ઇન્જેક્શનથી દર્દીની તબિયતમાં સુધારો આવી શકે છે. ખાસ કરીને દર્દીના કિડનીનો રિપોર્ટ પણ કરાવવો જોઇએ.

Last Updated : Apr 12, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.