- વિજય પરીખ મૂળ અમદાવાદના રહેવાસી અને દુબઈ ખાતે કરી રહ્યા છે કામ
- પોતાની માતાને હોસ્પિટલમાં જગ્યા ન મળતા થયું મૃત્યુ, કહ્યું સરકાર દરેક પગલે નાકામ
- પીએમ કેર ફંડમાં વિજય પરીખે કર્યા હતા રૂપિયા 2.51 લાખ ડોનેટ
- માતાને સારવાર માટે હોસ્પિટલમાં ન મળ્યો બેડ
- સારવાર ન મળવાના કારણે માતાનું થયું મૃત્યુ
અમદાવાદ: કોરોનાની મહામારીમાં ભારત સરકાર દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલા પ્રધાનમંત્રી પીએમ કેર ફંડમાં લોકોએ મન મૂકીને ઉદાર હાથે દાન કર્યું હતું. જેમાં અમદાવાદના વિજય પરીખે (vijay parikh) રૂપિયા 2.51 લાખનું દાન કર્યું હતું . અત્યારે કોરોનાની બીજી લહેરમાં વિજય પરીખની માતાને કોરોના પોઝિટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવાના હતા પરંતુ કોઇપણ હોસ્પિટલમાં બેડ ન મળતા તેમની માતાનું અવસાન થયું હતું. માતાના અવસાનથી દુ:ખી થયેલા વિજય પરીખે ટ્વિટ કરી વડાપ્રધાનને પૂછ્યું છે કે, 'કોરોનાની ત્રીજી લહેરમાં મારા પરિવારને બચાવવા માટે કેટલું દાન આપવું પડશે?'
આ પણ વાંચો: રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા
દાનનો હેતુ જરુરિયાતવાળા વ્યક્તિને મદદ મળે તે હતો
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના પીએમ કેર (pm cares fund ) ફંડમાં સમગ્ર ભારતમાં લોકોએ અને કંપનીઓએ હજારો કરોડ રુપિયા દાન આપ્યા છે. જે નાણાંથી લોકોની સારવાર થઇ શકે અને જરૂરિયાતમંદોને મદદ મળી શકે તેવો હેતુ હતો. સાથે સાથે વિશ્વના અન્ય દેશોમાંથી પણ મદદ મળી હતી. તે સમયે ગુજરાતમાંથી પણ ખુબ મોટા પ્રમાણમાં પીએમ કેર ફંડમાં દાન આવ્યું હતું .જેમાં અમદાવાદમાં રહેતા વિજય પરીખે પણ પોતાના બચતના રૂપિયા 2.51 લાખનું દાન કર્યું હતું. ત્યારે તેમનો હેતુએ હતો કે, આ દાનની રકમથી જરુરિયાતવાળા વ્યક્તિને મદદ મળે.
કોરોનાની ત્રીજી લહેરમાં કોઇ મરે નહી તે માટે કેટલું દાન આપવું પડશે: વિજય પરીખ
ત્યારે કોરોનાની બીજી લહેરમાં વિજય પરીખના માતાને કોરોના થતા તેમને સારવાર મળે તે માટે વિજય પરીખે ખુબ જ પ્રયત્ન કર્યા પણ તેમની માતાને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ કે અન્ય સુવિધા ન મળતા તેમની માતાનું અવસાન થયું હતું .આ તબક્કો વિજય પરીખ માટે ખુબ આઘાતજનક હતો. તેમની માતાનું અવસાન થતા તેમને દુ:ખ થયું હતું. ત્યારે તેઓએ પોતાના મનનું દુ:ખ અને આક્રોશ ટ્વિટર પર ટ્વિટ લખીને વ્યક્ત કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે, મેં રુપિયા 2.51 લાખ દાન કર્યા પણ ખાતરી નથી આપી શકતું કે માતાને કોરોનાની બિમારીમાં બેડ મળશે કે કેમ. તો કોરોનાની ત્રીજી લહેરમાં કોઇ મરે નહી તે માટે કેટલું દાન આપવું પડશે કે જેથી કોઇ તેના પરિવારજનને ન ગુમાવે.
આ પણ વાંચો: હળદરનો રોજ ઉપયોગ કરવાથી ઈમ્યુનિટી પાવર વધારી શકાય
તેમણે આ ટ્વિટમાં PMO, સ્મૃતિ ઇરાની (Smriti Irani), RSS , રાજનાથસિંહ (Rajnath Singh) અને રાષ્ટ્રપતિ ભવનને પણ ટેગ કર્યા હતા . ત્યારે પ્રથમ ફેઝમાં આવેલા કરોડો રુપિયા બીજા વેવમાં કેટલા કામ આવ્યા તે મોટો સવાલ છે.
ETV Bharat સાથેની ખાસ વાતમાં તેમણે જણાવ્યું હતું કે,
સરકાર જો ઈચ્છે તો દરેક ગામમાં નાના આઇસોલેશન સેન્ટર જેમાં ઓછા ડોકટર અને નર્સિંગ સ્ટાફ હોય તેવા બનાવી શકાય પરંતુ દરેક મોરચે સરકાર નિષ્ફળ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, PM કેર ફંડમાં દાન કરવાનો હેતુ દેશના સામાન્ય નાગરિક અને જેમની મોટા હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેવી ક્ષમતા ન હોય તેને સરકાર મદદ કરી રહી હોય તેમાં શક્તિ પ્રમાણે મદદરૂપ થવાના હેતુથી દાન કર્યું હતું.