ETV Bharat / city

રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન - પ્રવાસી ટ્રેન

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા વિશેષ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ માત્ર રૂ.8505 રાજકોટથી લઈને મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર, માતા વૈષ્ણોદેવી ફરી શકશે.

રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન

author img

By

Published : Mar 3, 2021, 10:46 PM IST

  • 6 માર્ચથી ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન શરૂ થશે
  • માત્ર 11 હજારમાં કરી શકાશે દક્ષિણ ભારતના દર્શન
  • કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે મુસાફરો માટે કરાઈ છે વિશેષ વ્યવસ્થા
    રૂ.8505 રાજકોટથી લઈને મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર, માતા વૈષ્ણોદેવી ફરી શકાશે

અમદાવાદ: ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ઓછા ખર્ચે પ્રવાસીઓ ભારત ભ્રમણ કરી શકે છે. કોરોનાકાળ વચ્ચે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખતા પ્રવાસ પહેલાં થર્મલ સ્ક્રીનીગ કરવામા આવશે. આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી આપવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનની સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કુંભ હરિદ્વાર ભારત દર્શન

રાજકોટથી શરૂ થતી ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ થઈ મથુરા, હરિદ્વાર, અમૃતસર, માતા વૈષ્ણોદેવી, કટરા સહિતના સ્થળો પર મુસાફરોને યાત્રા કરાવશે. કુલ નવ દિવસ સુધીના પ્રવાસમાં પ્રવાસીઓને ખાવાપીવા, રહેવાની પણ સુવિધા આપવામાં આવશે. જે માટે ફક્ત રૂ.8505 ખર્ચ થશે.

દક્ષિણ ભારત દર્શન સ્પેશિયલ ટ્રેન

આ ટ્રેન માત્ર 11 હજાર રૂપિયાના ખર્ચે બાર દિવસની યાત્રા કરાવશે. જેમાં રાજકોટથી શરૂ થતી ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, કલ્યાણ, પુણે થઈ રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, રેણીનાગુંટા, મૈસુર સહિતના સ્થળ ઉપર પ્રવાસીઓને લઈ જશે. સાથે સાથે મુસાફરોને ખાવાપીવા રહેવાની તમામ સુવિધાઓ દ્વારા આપવામાં આવશે.

ભારતીય રેલવે વિભાગ દ્વારા મુસાફરો માટે ખાસ ભારત દર્શન માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા ખર્ચ પ્રવાસીઓ દેશના વિવિધ સ્થળો પર ફરી શકે છે. અને ભારતીય રેલવે વિભાગના રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા જ પ્રવાસીઓને તમામ સુવિધા આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.