- દિવાળીના પર્વને લઈને ઠેરઠેર ચોપડા પૂજન કરાયું
- કુમકુમ મંદિર ખાતે મોટી સંખ્યામાં વેપારીઓએ ચોપડા પૂજન કર્યું
- 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહળાઈ ધરાવતા ચોપડા અને લેપટોપનું પૂજન કર્યું
અમદાવાદઃ કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક વેપારીઓને પણ ચોપડા પૂજનમાં ( Diwali Chopda Pujan 2021 ) ભાગ લેવડાવવામાં આવ્યો હતો. લોકોએ પરંપરાગત ચોપડાનું પૂજન કર્યું હતું તથા મંત્રોચ્ચાર સાથે આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના સાધુ પ્રેમવાસ્તલદાસજીએ જણાવ્યું કે ચોપડા પૂજનમાં કંકુ, કેસર, કસ્તૂરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે. વધુમાં તેમણે કહ્યું કે કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. સૌ કોઈને ધંધા-વેપારમાં સફળતા મળે અને આર્થિક રીતે સૌ સુખી થાય તેમજ મંદી દૂર થાય તે માટે ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી.
વર્ષ દરમિયાનના નફાનુકસાનનો તાળો મેળવ્યો
આ પ્રસંગે મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડા પૂજનમાં ( Diwali Chopda Pujan 2021 ) જોડાયા હતાં. વેપારીઓ આખા વર્ષ દરમિયાનના નફા નુકસાન અંગે માહિતગાર થયાં હતાં. તેમજ ભગવાન પાસે સુખ સમૃદ્ધિ અને ધંધામાં સફળતા મળે તે માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચોઃ દિવાળી નિમિતે કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજન કરાયું
આ પણ વાંચોઃ સિદ્ધપુરના બિંદુ સરોવરના ગોર મંડળ પાસે સદીઓ જૂના વંશાવલીના ચોપડા આજે પણ અકબંધ