ETV Bharat / city

અબોલ પક્ષીઓ માટે અમદાવાદના આ રેસ્ટોરન્ટ માલીક કરી રહ્યા છે કુંડાનું વિતરણ - birds

અમદાવાદઃ અમદાવાદના એક રેસ્ટોરન્ટ માલિકે અબોલ પંખીઓ માટે અનોખી જીવદયા બતાવી છે. ઉનાળાની સિઝનમાં પાણી વિના તરવળતા પક્ષીઓને પાણીની સુવિધા મળી રહે તે અર્થે તેઓ વિના મૂલ્યે કુંડાઓનું વિતરણ કરી રહ્યાં છે. તેમજ લોકોને આ કુંડામાં પાણી નિયમિત રીતે ભરવાનો આગ્રહ કરી રહ્યાં છે.

amd
author img

By

Published : May 20, 2019, 6:40 PM IST

એકતરફ ઉનાળાની સિઝને જોર જમાવ્યું છે, ત્યારે હાલ મનુષ્યથી માંડી તમામ સજીવોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે ખૂબ જ જરૂરી છે. તેવા કિસ્સામાં માણસો તો પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ પક્ષીઓને તરસ્યા રહેવાની ફરજ પડતી હોય છે અને પાણીના અભાવે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થતા હોય છે.

અબોલ પક્ષીઓ માટે અમદાવાદના આ રેસ્ટોરન્ટ માલીક કરી રહ્યા છે કુંડાનું વિતરણ

ત્યારે મનુષ્ય તરીકે આપણે શું કરી શકીએ તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના એક રેસ્ટોરન્ટ માલિકે પૂરું પાડ્યું છે.

અમદાવાદમાં એસ. જી. હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટના માલિક કનુભાઈ રાહદારીઓ અને પોતાને ત્યાં જમવા આવતા લોકોમાં કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યાં છે. આ સાથે જ તેઓ લોકોને કુંડા પોતાના ઘર અને દુકાનોની ઉપર લગાવી રોજેરોજ પાણી ભરવા માટે આગ્રહ કરી રહ્યાં છે. આ પાછળ તેમનો હેતુ ફક્ત અને ફક્ત અબોલ પંખીડાઓને ઉનાળાના કારણે કોઈ સમસ્યા ન થાય અને વધુમાં વધુ પંખીઓને પાણી મળી રહે તે જ છે.

તેઓએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે છેલ્લા અઠવાડિયાથી આ પહેલ શરૂ કરી છે, આ દરમિયાન તેમણે 200થી વધારે કુંડાઓનું વિતરણ કર્યું છે. કનુભાઈની આ પહેલ હજારો પક્ષીઓના જીવન માટે મહત્ત્વની બની રહેશે, ત્યારે સમાજમાં અનેક કનુભાઈની જરૂર વર્તાઈ રહી છે.

Intro:અમદાવાદ

અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને આ કાળઝાળ ગરમીમાં ધરતી પરના તમામ જીવોને પીવાના પાણીની ખૂબ જ જરૂર પડતી હોય છે મનુષ્ય પોતાના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી લેતો હોય છે પરંતુ અબોલા પશુ-પક્ષીઓ પોતાના માટે પાણીની વ્યવસ્થા કરી શકતા નથી માટે એસ.જી.હાઇવે પર આવેલા રેસ્ટોરન્ટમાં જમવા આવતા લોકો તથા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને વિનામૂલ્યે પશુ -પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવે છે.

Body:એસ.જી.હાઇવે પર આવેલા રેસ્ટોરેન્ટમાં લોકોને જમવા સાથે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવે છે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ વિનામૂલ્યે જ ગુંડાઓ આપવામાં આવે છે કુંડા વિતરણ નો ઉદેશ એ છે કે ગરમીમાં અબોલા પશુ-પક્ષીઓ પાણી માટે ભટકતા હોય છે તો લોકો પોતાના ઘર પાસે કે અન્ય કોઇ જગ્યાએ કુંડા લગાવે પશુ-પક્ષીઓ ગરમીમાં પાણી પી શકે અને રાહત મેળવી શકે કેટલીક વખત પાણીની અછતના કારણે અનેક પશુ પક્ષીઓના મોત થતા હોય છે.

કુંડ વિતરણ દરમિયાન રેસ્ટોરેન્ટમાં મલિક કનુભાઈ દ્વારા કુંડા આપીને લોકો કેવી રીતે લગાવવા અને શા માટે લગાવવા તેની સમજણ પણ પુરી પાડવામાં આવી હતી.છેલ્લા 1 અઠવાડિયામાં કનુભાઈ દ્વારા 300થી વધુ લોકોને કુંડા આપવામાં આવ્યા છે.

બાઇટ- કનુભાઈ ( રેસ્ટોરેન્ટ મલિક)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.