અમદાવાદ: ભાજપ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Election 2022)ને લઈને ફૂલ ફોર્મમાં છે. ચૂંટણીઓની તૈયારીઓની સાથે અસંતુષ્ટોને ઠારવાના પ્રયાસ પણ ભાજપ દ્વારા શરૂ થયા છે. ભાજપે બોર્ડ નિગમના અધ્યક્ષ અને ચેરમેનના રાજીનામાં માંગી લીધા છે. જેથી અસંતુષ્ટોને બોર્ડ નિગમમાં સમાવી શકાય.
કોના-કોના રાજીનામાં પડ્યા ?
ફાઈન્યાસ બોર્ડના ચેમરેન ધનસુખ ભંડેરીએ મુખ્યપ્રધાનને રાજીનામુ (Finance board chairman resign) સોંપ્યું છે. જ્યારે મહિલા આયોગના લીલાબેન અંકોલીયાનું રાજીનામું સરકારે મંગાવ્યું છે. જે આવતીકાલે આપશે. આ ઉપરાંત સરકાર હસ્તક અન્ય વિવિધ 12 બોર્ડ નિગમના ચેરમેન અને અધ્યક્ષ પદેથી રાજીનામું માગવામાં આવ્યું. જેમાં બળવંતસિંહ રાજપૂત, મધુ શ્રીવાસ્તવ, આઇ.કે.જાડેજા, વિમલ ઉપાધ્યાય, સજ્જદ હીરા, બી.એચ.ઘોડાસરા, હંસરાજ ગજેરા, પંકજ ભટ્ટ ,મુડુભાઈ મેરનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ મોટો ફેરફાર છે.
ચૂંટણી પહેલા થશે નિમણૂક
બોર્ડ નિગમની ખાલી પડેલી જગ્યા ભરાય તેવી પ્રબળ શકયતા છે. 10થી વધુ બોર્ડ નિગમની જગ્યાઓ ભરવાની બાકી છે. આજે પાંચ જેટલા બોર્ડ નિગમની અવધિ પુર્ણ થઈ તેવા ચેરમને અને વાઇસ ચરમેનનું રાજીનામુ સરકારે લઈ લીધું છે.
શા માટે લેવા પડ્યા રાજીનામાં ?
વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓમાં વડાપ્રધાનથી લઈને ભાજપના કાર્યકરો સક્રિય થઈ રહયા છે, ત્યારે આ નિગમોમાં નિમણુંકથી પાર્ટી સાથે વફાદાર હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોને સ્થાન આપીને તેમને અને તેમના સમર્થકોને સાચવી લેવાય છે.
આ પણ વાંચો:
UP Assembly Elections 2022: કોંગ્રેસની પોસ્ટર ગર્લ પ્રિયંકા મૌર્ય ભાજપમાં જોડાયા
Somnath Circuit House: આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ