અમદાવાદ: શહેરના ખૂબ જ ચર્ચાસ્પદ હાથીજણ વિસ્તારના નિત્યાનંદ આશ્રમમાંથી(Nityananda Ashram controversy case) ગુમ થયેલી બે યુવતીઓના કેસ બાબતે આજે(બુધવારે) હાઈકોર્ટમાં (Ahmedabad High Court) વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ગઈ સુનાવણીમાં કોર્ટે જમૈકાની સરકારે પોલીસને લખેલા પત્રને(Jamaica wrote letter to police) હાઇકોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. જેને આજે(બુધવારે) રાજ્ય સરકાર દ્વારા એ પત્રને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.
જમૈકાની સરકારે લખેલા પત્રની ગંભીરતાથી નોંધ - આ પત્રને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરતાં એમાં અમુક ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે, આ પત્રમાં જણાવ્યા મુજબ સરકારે જણાવ્યું છે કે જ્યારે બંન્ને બહેનો વિઝા માટે આવી હતી ત્યારે બંન્ને યુવતીઓ સાથે બીજા વ્યક્તિઓ પણ હતા. આ પત્રમાં તે બન્ને યુવતીઓને માનવ તસ્કરીના(human trafficking) ભાગરૂપે લાવવામાં આવી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. હાઇકોર્ટ દ્વારા આ પત્રને ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. આ સમગ્ર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ ટકોર કરેલી છે કે આ યુવતીઓના સંદર્ભે અત્યારે સરકાર શું કરી રહી છે?
આ પણ વાંચો: Nithyananda Ashram Controversy : ગુમ થયેલી બંને યુવતીઓના દસ્તાવેજો રજૂ કરવા જ પડશે, HCનો આદેશ
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ ટકોર - હાઈકોર્ટે આ બાબતમાં ખૂબ જ ગંભીરતા દાખવતા ટકોર ટકોર કરી છે કે યુવતીઓના વકીલ તેમને વારંવાર ઈ-મેલ કરીને હાજર થવા માટે જાણ કરે છે. તેઓ જવાબ પણ આપી રહ્યા નથી. એટલું જ નહીં તેઓ વિડીયો કોન્ફરન્સના(Video conferencing) માધ્યમથી પણ હાજર થઈ રહ્યા નથી. આ બંન્ને યુવતીઓ હાઇકોર્ટના નિર્દેશને પણ અવગણના(Ignore the direction of the High Court) કરી રહી છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સમક્ષ રજૂ થવા માટે અનેક વિકલ્પો પણ આપ્યા છે. તેમ છતાં પણ તે બંન્ને યુવતીઓ સહમત થતી નથી તેથી કેન્દ્ર સરકાર આ બાબતે પગલા લે તેવું હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
બન્ને યુવતીઓના વકીલની રજૂઆત - હતી કેમ કે તેમણે તે બંન્ને યુવતીને વારંવાર ઈમેલ કર્યા છે, પરંતુ તે જવાબ આપી રહી નથી. જોકે તેમણે જમૈકામાં પણ એક સ્થાનિક વકીલને રાખ્યા છે, અને તેઓ બન્ને યુવતીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાઇકોર્ટમાં હાજર થવા માટે સમજાવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં આ કેસ બાબતે બ્લૂ કોર્નર નોટિસ(Blue Corner Notice) ઇશ્યુ કરવામાં આવી હતી. ત્યારે બંન્ને યુવતીઓએ હાઇકોર્ટ સમક્ષ હાજર થશે. તેવું કહેવામાં આવતા બ્લૂ કોર્નર નોટિસને પડતી મૂકવામાં આવી હતી. જે બાબતે કોર્ટે કહ્યું કે, વિડિયો દ્વારા હાજર થતી નથી તો માત્ર તેમના નિવેદનના આધારે બ્લૂ કોર્નર નોટિસ માટે પડતી મૂકવામાં આવી હતી.
આ પણ વાંચો: Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ
બંન્ને યુવતીઓના પાસપોર્ટની અવધિ વિશે કર્યો હાઇકોર્ટે સવાલ - નોટિસના સંદર્ભે થયેલી નોટિસને ફરીથી શું કરો એવું પણ કહેવામાં આવ્યું છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સવાલ કર્યો હતો કે આ બંન્ને યુવતીઓના પાસપોર્ટની અવધિ(Passport expiration date) કયા સુધીની છે? જોકે બન્ને બહેનોની પાસપોર્ટની અવધી 2028માં પૂરી થાય છે. જો કે તે બાબતે કોર્ટે એ પણ નોંધ લીધી છે કે , હાલ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર ગંભીરતાથી નોંધ લીધી છે. આવતીકાલે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.