ETV Bharat / city

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ તૈયારી પૂરજોશમાં પરંતુ ગંદકીનું સામ્રાજ્ય યથાવત - ગુજરાતીનાસમાચાર

આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ જે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરશે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ
રાષ્ટ્રીય એકતા દિવસ
author img

By

Published : Oct 18, 2020, 4:13 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
  • અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ્ધાટન
  • સી-પ્લેનના ઉડાનના સ્થળે ગંદકીનું સામ્રાજ્ય
    રિવરફ્રન્ટના ઘાટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ગંદકી

અમદાવાદ : 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સી-પ્લેનમાં જ જશે. ત્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે. ત્યારે દરેક વ્યક્તિને એવી આશા હોય કે કમ સે કમ જ્યારે વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે સાબરમતી નદી અને તેના રિવરફ્રન્ટને સાફ કરી દેવામાં આવશે, પરંતુ વડાપ્રધાન જ્યાંથી જવાના છે. તે રિવરફ્રન્ટના ઘાટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે.

સ્વચ્છતાના નિયમોનું પાલન

પૂજાનો સામાન, ઉપરાંત પ્લાસ્ટિકનો કચરો અને કેટલીક માત્રામાં લીલ જોવા મળી રહી છે. ત્યારે શું આ વાત સત્તાધિશોને ખબર નથી? સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાને સ્વચ્છ ભારત મિશન ચલાવ્યું છે.ત્યારે કોર્પોરેશનની જવાબદારી બને છે કે, તેઓ સ્વચ્છતાના નિયમોનું પાલન કરે. પરંતુ નેતાઓ અને અધિકારીઓ ફક્ત હાથમાં ઝાડુ પકડીને ફોટોસેશન જ કરાવતા હોય છે. તેમને અને સ્વચ્છતાને કોઈ જ લેવાદેવા નથી. માત્ર સાબરમતી નદીમાં પાણી છોડીને તેમને સંતોષ માની લીધો છે.

31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.