અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દિનુ બોઘાના પરિવારમાંથી 14 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ઘરના સૌથી વધુ સભ્ય હોવાથી તેમની જરૂર છે અને માટે તેમને ત્રીસ દિવસના વચગાળાના જામીન આપવામાં આવે.
હાઇકોર્ટના નિર્દેશથી દિનુ બોઘાએ પરિવારના કોરોના પોઝિટિવ સભ્યો સાથે વીડિયો કોન્ફરેન્સથી વાતચીત કરી - દીનું બોધા
વર્ષ 2010 અમિત જેઠવા હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘાના પરિવારમાં 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે તેમણે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરેન્સ થકી હોમ-ક્વોરન્ટાઈન થયેલા તેમના પરિવારજનોથી વાતચીત કરી હતી.
હાઇકોર્ટના નિર્દેશથી દિનુ બોઘાએ પરિવારના કોરોના પોઝિટિવ સભ્યો સાથે વીડિયો કોન્ફરેન્સથી વાતચીત કરી