અમદાવાદમાં નાસ્કોમ સેન્ટર ઓફ એક્સેલેન્સ IoT અને AIનું ફ્લેગશીપ હેલ્થકેરના પ્રયોગમાં લાઈફસાયન્સસ અને હેલ્થકેર ઇનોવેશન ફોરમ (LHIF)નો સાતમું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને અન્ય મુદા પર વિચારણા કરવામાં આવી હતી.
આ ફોરમમાં 300 થી વધુ ગુજરાતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં 15 સ્પીકર્સ અને 6 સ્ટાર્ટઅપ્સને હોસ્ટ કરવામાં આવ્યા. જયપ્રકાશ શિવહરે, કમિશનર ઓફ હેલ્થ, ગુજરાત સરકાર અને ડૉ. જયંતિ રવિ સેક્રેટરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર જેવા હેલ્થકેર સેક્ટરના સરકારી અધિકારીઓ હજાર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સચિન ગુસિયા, સમીર દેસાઇ, પ્રમુખ - જીવવિજ્ઞાન, ઝાયડસ કેડિલા અને રઘુરામ જનાપરેડ્ડી, ડિરેક્ટર - જીવનશૈલી અને આરોગ્યસંભાળ, નાસ્કોમ CoEIoT & AI દ્વારા આરોગ્યસાંભળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડિજિટલ પદ્ધતિઓ દ્વારા ભારતમાં બિન કોમ્યુનિકેબલ રોગોના નિવારણ એટલે કે, વારસાઈમાં આવતા રોગોને કેવી રીતે નિવારી શકાય અને નિયંત્રણ માટે અનેક પ્રસ્તુતિઓ અને પેનલ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. નેશનલ ડિજિટલ હેલ્થ બ્લુપ્રિન્ટનો અમલ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને આજે ફાર્મા ઉદ્યોગને કેવી રીતે બદલી રહ્યું છે, ત્યારે ડિજિટલ તકનીકોને અપનાવવાની તકો જેવા વિષયો પર પણ ચર્ચાઓ થઇ હતી.
ફોરમમાં કેટલાક સ્ટાર્ટ-અપ્સ પણ હતા. જેણે હેલ્થકેરમાં ડિજિટલ તકનીકીઓને લાગુ કરવામાં તેમની સફળતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અલગ કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં નિરામાઇ, મેપમાઇજેનોમ, બાયોસ્કેન રિસર્ચ, જનીત્રી ઇનોવેશન અને ઇકોલિબ્રીઅમ એનર્જીનો સમાવેશ થાય છે.